ઑક્સફર્ડની રસી ૭૦ ટકા સફળ

24 November, 2020 09:01 AM IST  |  New Delhi | Agencies

ઑક્સફર્ડની રસી ૭૦ ટકા સફળ

ઑક્સફર્ડની રસી ૭૦ ટકા સફળ

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ કોવિડ-19ની રસી કોવિશિલ્ડની અસરકારકતા અંગે સંતોષ વ્યક્ત કરતાં ગઈ કાલે કહ્યું હતું કે આ વૅક્સિનના એક ડોઝથી ૯૦ ટકા તેમ જ બીજા ડોઝથી ૬૨ ટકા જેટલું રક્ષણ મળશે તેમ જ એ ટૂંક સમયમાં જ બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકશે. ઑક્સફર્ડ-એસ્ટ્રાઝનેકા વૅક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથેની ભાગીદારીમાં બનાવવામાં આવી રહી છે. લગભગ એક અબજ ડોઝ તૈયાર કરવાના કરાર પણ થયા છે.
બ્રિટન અને બ્રાઝિલમાં AZD1222ના સફળ ક્લિનિકલ પરીક્ષણ પછી રસીના ૭૦ ટકા અસરકારકતાના મળેલા પરિણામને પગલે આ રસી કોવિડ-19 નાબૂદ કરવામાં ખૂબ પ્રભાવી સાબિત થઈ હોવાનું એસ્ટ્રાઝનેકાએ ગઈ કાલે જણાવ્યું હતું. બીજી તરફ ફાઇઝર અને મૉડર્નાની રસી ૯૫ ટકા અસરકારક સાબિત થઈ છે. ફાઇઝરની રસીનો સંગ્રહ કરવા માટે તાપમાન -૭૫ ડિગ્રી સેલ્સિયસ રાખવું જરૂરી છે. તો મૉડર્નાની રસી માટે ફ્રિજ ટેમ્પરેટર અનિવાર્ય છે. ઑક્સફર્ડની રસી માટે પણ ફ્રિજ ટેમ્પરેચર ચાલી જાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મૉડર્નાની રસીના ૧૮૦૦થી ૨૮૦૦ રૂપિયાની કિંમત સામે ઑક્સફર્ડની રસી માત્ર ૫૦૦થી ૬૦૦ રૂપિયામાં જ મળશે, એમ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું હતું.

national news coronavirus covid19