પૂર્વોત્તર રાજ્યોને ભારે વરસાદથી ૨૦ જૂન સુધી રાહત નહીં મળે

18 June, 2022 12:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પૂર્વોત્તર રાજ્યોને આગામી થોડા દિવસ સુધી રાહત મળે એવી શક્યતા ઓછી છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ પ્રદેશમાં ૨૦ જૂન સુધી કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડશે. 

પ્રતીકાત્મક તસવીર

પૂર્વોત્તર રાજ્યોમાં ગઈ કાલે ચોથા દિવસે પણ ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની હતી. અહીં મુખ્ય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલૅન્ડ અને અરુણાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ વણસી છે. એકલા આસામમાં જ ૨૫ જિલ્લાના ૧૧ લાખ લોકોને અસર થઈ છે. અનેક જગ્યાએ ભેખડ ધસી પડવાને કારણે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. પૂર્વોત્તર રાજ્યોને આગામી થોડા દિવસ સુધી રાહત મળે એવી શક્યતા ઓછી છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ પ્રદેશમાં ૨૦ જૂન સુધી કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડશે. 

national news Weather Update