મદ્રાસ હાઈ કોર્ટે સંપૂર્ણ તામિલનાડુમાં મંદિરોમાં મોબાઇલ પર પ્રતિબંધ મૂક્યો

04 December, 2022 10:29 AM IST  |  Madras | Gujarati Mid-day Correspondent

મદ્રાસ હાઈ કોર્ટે સંપૂર્ણ તામિલનાડુમાં મંદિરોમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ચેન્નઈ :  મદ્રાસ હાઈ કોર્ટે સંપૂર્ણ તામિલનાડુમાં મંદિરોમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ માટે હાઈ કોર્ટે  પ્રાર્થનાસ્થળની શુદ્ધતા અને પવિત્રતા જાળવવાનું કારણ આગળ ધર્યું છે. લોકોને થનારી અગવડતા નિવારવા માટે મંદિરોમાં ફોન ડિપોઝિટ-લૉકર્સ ઊભાં કરવામાં આવશે એમ જણાવતાં કોર્ટે ઉમેર્યું હતું કે આ આદેશનું પાલન થાય એ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાકર્મીઓની નિમણૂક કરવામાં આવશે.  
સુબ્રમણ્યમ સ્વામીમંદિરમાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની અરજીને અનુલક્ષીને હાઈ કોર્ટે ઉપરોક્ત આદેશ જારી કર્યો હતો. અરજીકર્તાએ જણાવ્યું હતું કે મોબાઇલને લીધે લોકો ધ્યાનભંગ થાય છે તથા દેવી-દેવતાઓના ફોટો પાડવા એ નિયમોનું ઉલ્લંઘન છે. 
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ફોટોગ્રાફી મંદિરોની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે તેમ જ મહિલાઓની સંમતિ વિના તેમની તસવીરો ક્લિક કરવામાં આવતી હોવાની પણ આશંકા છે. તેમણે મંદિરમાં પ્રવેશ માટે
ડ્રેસ-કોડના પાલનની પણ માગણી કરી હતી. 

national news tamil nadu