કોરોનાના અંતનો થશે આરંભ?

06 July, 2020 01:21 PM IST  |  Mumbai Desk | Agencies

કોરોનાના અંતનો થશે આરંભ?

કોવિડ કૅર : નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલા ડીઆરડીઓ (ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેલવપમેન્ટ ઓર્ગેનાઇઝેશના સંકુલમાં કોવિડ- 19 કૅર સેન્ટર ઉભુ કરાયું છે. તસવીર : પી.ટી.આઈ.

કોરોના વૈશ્વિક મહા બીમારીની દવા શોધવામાં ભારત આગળ વધી રહ્યું છે અને હવે આ બીમારીની દવા શોધી લીધા બાદ મનુષ્ય પર તેનો ઉપયોગ કરવાની ભારત સરકાર ટૂંક સમયમાં પરવાનગી આપી શકીએ એવી વકી છે. આ સાથે આ વૈશ્વિક મહાબીમારીના અંતની શરૂઆત ગણવામાં આવી રહી છે.
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઇન્ટરનૅશનલ લિમિટેડે આઇસીએમ‌આર, કોવિડ-૧૯ વેક્સિન કેન્ડીડેટ કોવેક્સિન અને નૅશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ વાયરોલોજી (એન‌આઇવી) ના સહયોગથી આ દવા બનાવવામાં આવી છે જેને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) પાસેથી મનુષ્યો પર ટ્રાયલ કરવાની પરવાનગી પ્રાપ્ત થઈ ચૂકી છે.
કોવેક્સિન વિશે વાત કરતાં મંત્રાલયે કહ્યું કે ‘ભારત બાયો ટેકનિકની કોવેક્સિન ભારતના દર્દીઓને આઇસોલેટ કરવામાં વાપરવામાં આવશે. કોરોના વાઈરસને નાબૂદ કરવા આ દવા શોધવામાં આવી છે.
આ ઉપરાંત કેડિલા હેલ્થકેર લિમિટેડની કંપની ઝાયડસે આ દવાનો ઉપયોગ માણસો પર કરવાની પરવાનગી મળી હોવાની વાત સ્વીકારી હતી. વિશ્વમાં હાલના તબક્કે ૧૪૦ માંથી માત્ર ૧૧ જ દવાનો ઉપયોગ માણસ ઉપર કરવાની પરવાનગી મેળવી ચૂકી છે.

કોરોના સંકટઃ દિલ્હીમાં શરૂ થયું વિશ્વનું સૌથી મોટું કોવિડ કૅર સેન્ટર

દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલે રવિવારે અહીંના છત્તરપુરમાં રાધાસ્વામી બ્યાસમાં બનેલા સરદાર પટેલ કોવિડ કૅર સેન્ટર અૅન્ડ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં કોરોના સંક્રમિતો માટે ૧૦ હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમ્યાન ઉચ્ચ અધિકારીઓએ એલજીને કોવિડ કૅર સેન્ટર વિશે જાણકારી આપી હતી, જે બાદ એલજીએ પણ સામે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યાં હતાં.
રાધાસ્વામી સત્સંગની જમીન પર બનેલા આ ૧૦ હજાર બેડની ક્ષમતા ધરાવતી હૉસ્પિટલનું નિર્માણ ડીઆરડીઓએ રેકૉર્ડ સમયમાં કર્યું છે. જેમાં સામાન્ય અને લક્ષણ વિનાના કોરોના દરદીઓની સારવાર કરવામાં આવશે.

national news coronavirus covid19 delhi news