મધ્ય પ્રદેશમાં ચાર વર્ષના છોકરાને ૨૫ આંગળીઓ

01 November, 2012 05:26 AM IST  | 

મધ્ય પ્રદેશમાં ચાર વર્ષના છોકરાને ૨૫ આંગળીઓ

અર્પણ સક્સેના નામના આ માસૂમ છોકરાના બન્ને હાથ અને પગમાં કુલ ૨૫ આંગળીઓ છે. અર્પણ પૉલિડેક્ટિલ નામની બીમારીનો શિકાર છે. આ બીમારીને કારણે તેના હાથ અને પગની આંગળીઓ અને અંગૂઠા એકબીજા સાથે જોડાઈ ગયાં છે.

અર્પણના બન્ને હાથમાં ૧૩ અને પગમાં ૧૨ આંગળીઓ છે. આ ખાસિયતને કારણે તે ભોપાલ શહેરમાં ફેમસ છે. જોકે તે સૌથી વધુ આંગળીઓનો વલ્ર્ડ રેકૉર્ડ ધરાવતો નથી. આ વલ્ર્ડ રેકૉર્ડ અક્ષત સક્સેના નામના બે વર્ષના છોકરાના નામે છે જે હાથ અને પગમાં ૩૪ આંગળીઓ ધરાવે છે. અર્પણના પિતા અનિલ સક્સેના રિક્ષા ચલાવે છે. તેમનું કહેવું છે કે મારો દીકરો બધા કરતાં અલગ છે અને અમે તેનો ઇલાજ કરાવવા માગતા નથી. તેની મમ્મી તનુએ પણ કહ્યું હતું કે ઘણાબધા લોકો અર્પણના ઑપરેશન માટે આર્થિક મદદ કરવા તૈયાર છે, પણ અમે ઑપરેશન કરાવવા માગતા નથી.