અગ્નિવીરોના પ્રથમ બૅચની ટ્રેઇનિંગની શરૂઆત ડિસેમ્બર ૨૦૨૨થી થશે

18 June, 2022 12:22 PM IST  |  New Delhi | Agency

આગામી બે દિવસમાં ઑફિશ્યલ વેબસાઇટ પર એક નોટિફિકેશન ઇશ્યુ કરવામાં આવશે, જેના પછી અમારાં આર્મી રિક્રૂટમેન્ટ ઑર્ગેનાઇઝેશન્સ રજિસ્ટ્રેશન્સનું વિસ્તૃત શેડ્યુલ જાહેર કરશે.

ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારે હજી અગ્નિપથ યોજનાની શરૂઆતની ઑફિશ્યલ ડેટ જણાવી નથી. જોકે ઇન્ડિયન આર્મીના ચીફ જનરલ મનોજ પાંડેએ ગઈ કાલે જણાવ્યું હતું કે અગ્નિવીરોના પ્રથમ બૅચની ટ્રેઇનિંગની શરૂઆત ડિસેમ્બર ૨૦૨૨થી થશે અને ૨૦૨૩ના મધ્યથી ઍક્ટિવ સર્વિસની શરૂઆત થશે. 
તેમણે કહ્યું હતું કે ‘ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આગામી બે દિવસમાં ઑફિશ્યલ વેબસાઇટ પર એક નોટિફિકેશન ઇશ્યુ કરવામાં આવશે, જેના પછી અમારાં આર્મી રિક્રૂટમેન્ટ ઑર્ગેનાઇઝેશન્સ રજિસ્ટ્રેશન્સનું વિસ્તૃત શેડ્યુલ જાહેર કરશે.’
નોંધપાત્ર છે કે કોરોનાના કારણે આર્મીમાં ભરતી છેલ્લાં બે વર્ષથી અટકી છે. ૨૦૧૯-’૨૦માં આર્મીએ જવાનોની ભરતી કરી હતી અને ત્યાર પછી કોઈ ભરતી નથી. બીજી બાજુ ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન ઍરફોર્સ બન્નેએ છેલ્લાં બે વર્ષમાં ભરતી કરી છે. દરમ્યાનમાં ઍર ફોર્સ ૨૪ જૂનથી ‘અગ્નિપથ’ યોજના હેઠળ ભરતી શરૂ કરશે. 

national news