બિનવારસી મૃતદેહને લઈ મહિલા ઇન્સ્પેક્ટર બે કિલોમીટર સુધી પગપાળા ચાલ્યાં

03 February, 2021 03:41 PM IST  |  Hyderabad | Agency

બિનવારસી મૃતદેહને લઈ મહિલા ઇન્સ્પેક્ટર બે કિલોમીટર સુધી પગપાળા ચાલ્યાં

મહિલા સબ-ઇન્સ્પેક્ટના ખભે બિનવારસી મૃતદેહ

આંધ્ર પ્રદેશમાં એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે જે કર્યું એ માનવતા માટે એક મોટું ઉદાહરણ છે. ગ્રામીણ વિસ્તારમાં એક બિનવારસી મૃતદેહને કોઈ અડવાથી પણ ડરી રહ્યું હતું ત્યારે આ સબ-ઇન્સ્પેક્ટર ન ફક્ત એ મૃતદેહને ખભા પર ઉઠાવીને બે કિલોમીટર સુધી પગપાળા ચાલ્યાં, પરંતુ તેના અંતિમ સંસ્કાર પણ પોતાના હાથથી કર્યા. શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગામાં સબ-ઇન્સ્પેક્ટર કે. શ્રીષાએ રૂટીન ડ્યુટીથી હટીને જે કર્યું એ માટે દરેક જણ તેની પ્રશંસા કરી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહરાજ્ય પ્રધાન જી. કૃષ્ણારેડ્ડીએ પણ યુવા પોલીસ અધિકારીની માનવતાને બિરદાવી છે અને ટ્વીટ કરતાં કહ્યું કે ઑફિશ્યલ ડ્યુટીથી આગળ એક પગલું ઉઠાવીને અંતિમ સંસ્કારમાં મદદ કરવી એ દર્શાવે છે કે આપણા દેશમાં દરેક પોલીસ-કર્મચારી કેટલા ઊંડાણપૂર્વક પોતાનાં માનવીય મૂલ્યોને જાળવી રાખે છે. આંધ્ર પ્રદેશના પોલીસ-ચીફ ડી. ગૌતમ સવાંગે યુવા પોલીસ અધિકારીના આ કામની પ્રશંસા કરી છે.

hyderabad national news andhra pradesh