છ મહિનામાં બાળકો માટે કોવોવૅક્સ વૅક્સિન અવેલેબલ થશે 

01 December, 2021 01:12 PM IST  |  New Delhi | Agency

હજી સુધી કોઈ સેફ્ટીનો ઇશ્યુ આવ્યો નથી. અમે છેક ૭ વર્ષની ઉંમરનાં બાળકોમાં ટ્રાયલ કર્યું હતું અને એનાં રિઝલ્ટ્સ સારાં આવ્યાં છે.

છ મહિનામાં બાળકો માટે કોવોવૅક્સ વૅક્સિન અવેલેબલ થશે 

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદર પૂનાવાલાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ઇન્ડિયામાં બાળકોને કોવિશીલ્ડ નહીં, પરંતુ કોરોનાની કોવોવૅક્સ વૅક્સિન આપવી જોઈએ. બાળકો માટેની વૅક્સિન્સ વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ‘કોવિશીલ્ડ નહીં કોવોવૅક્સ ૬ મહિનામાં અવેલેબલ થઈ જવી જોઈએ. અત્યારે ટ્રાયલ્સ ચાલી રહી છે. હજી સુધી કોઈ સેફ્ટીનો ઇશ્યુ આવ્યો નથી. અમે છેક ૭ વર્ષની ઉંમરનાં બાળકોમાં ટ્રાયલ કર્યું હતું અને એનાં રિઝલ્ટ્સ સારાં આવ્યાં છે. અમારો અપ્રોચ બે વર્ષ સુધીનાં બાળકોને કોવોવૅક્સના ડોઝ આપવાનો છે.’

national news