01 October, 2025 09:05 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કેટલાકે લેટેસ્ટ બંગાળી રૉક મ્યુઝિશ્યનો દ્વારા ઊજવાતી દુર્ગાપૂજાનો ચિતાર આપ્યો હતો
દુર્ગાપૂજાના ઉત્સવ નિમિત્તે કલકત્તાની ૪૦ પીળી ટૅક્સીને મા દુર્ગાની થીમ પર આર્ટિસ્ટિકલી પેઇન્ટ કરવામાં આવી છે. દુર્ગાપૂજા દરમ્યાન માત્ર માના પંડાલોમાં જ ઉત્સવની ફીલ આવે એવું શું કામ? શહેરમાં હરતી-ફરતી ટૅક્સીઓ પણ દુર્ગાપૂજાના માહોલને ઑર ઘેરો બનાવે એ માટે શહેરની પીળી ટૅક્સીઓને વિશિષ્ટ પેઇન્ટિંગથી રંગવામાં આવી હતી. સાયન મુખરજી નામના પેઇન્ટરે એ માટે ‘ચલતે-ચલતે ૪૦’ નામનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. દરેક ટૅક્સી પર મા દુર્ગાના જીવનના અલગ-અલગ આયામોને રજૂ કરતાં દૃશ્યો પેઇન્ટ કર્યાં હતાં. કેટલાક કલાકારોએ ૮૦ કે ૯૦ના દશકની દુર્ગાપૂજાનો માહોલ ટૅક્સી પર ચિત્રિત કર્યો હતો તો કેટલાકે લેટેસ્ટ બંગાળી રૉક મ્યુઝિશ્યનો દ્વારા ઊજવાતી દુર્ગાપૂજાનો ચિતાર આપ્યો હતો. તમામ ૪૦ ટૅક્સીઓ યુનિક રીતે શહેરની દુર્ગાપૂજાનું નિદર્શન કરી રહી છે.