કેન્દ્ર સરકારે બાયોટેક-સીરમને કોરોના રસીના વધુ 7 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો

13 January, 2021 07:21 AM IST  |  New Delhi | Agency

કેન્દ્ર સરકારે બાયોટેક-સીરમને કોરોના રસીના વધુ 7 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યુટને કોરોનાની રસીના વધુ છ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. દેશમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવાનું છે.

પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન શ્રમિકોને રસી આપવામાં આવશે. આ કાર્ય પાછળ ૧૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. કેન્દ્ર સરકારે ઓક્સફર્ડ કોવિડ-19 કોવિશીલ્ડના ૧.૧ કરોડ ડોઝ જીએસટી સહિત ડોઝ દીઠ ૨૧૦ રૂપિયાના હિસાબે સીરમ ઇન્સ્ટિટ્યુટને તૈયાર રાખવાનું જણાવ્યું હતું. આ તમામ ડોઝ સરકાર ખરીદશે અને એનો ખર્ચ ૧૧૦૦ કરોડ રૂપિયા આવશે.

કેન્દ્રના આદેશ મુજબ કોવિશીલ્ડના પ્રત્યેક ડોઝની કિંમત ૨૦૦ રૂપિયા રાખવામાં આવી હતી. દસ રૂપિયા જીએસટી તરીકે ચૂકવવાના રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મુખ્ય પ્રધાનો સાથેની વિડિયો કૉન્ફરન્સમાં આ રસીકરણને વિશ્વના સૌથી મોટા આરોગ્યલક્ષી કાર્યક્રમ સમાન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ૧.૧ ડોઝનો પહેલો ઓર્ડર ૨૩૧ કરોડ રૂપિયાનો હશે. પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવશે. એનો ખર્ચ સરકાર ઉપાડશે. વડા પ્રધાને એવું સૂચન કર્યું હતું કે પહેલે તબક્કે લોકપ્રતિનિધિઓ કે રાજનેતાઓએ રસી લેવાની નથી.

coronavirus covid19 national news new delhi