કેન્દ્ર સરકારે રાજ્યોને ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા કહ્યું

01 December, 2021 01:19 PM IST  |  New Delhi | Agency

કેન્દ્ર સરકારે રાજ્યોને ઑમિક્રૉન​ના કેસ જ્યાં નોંધાયા છે એવા દેશોમાંથી આવનારા પૅસેન્જર્સમાંથી જેઓ કોરોના પૉઝિટિવ આવે એમનાં સૅમ્પલ્સ યોગ્ય જિનોમ સીક્વન્સિંગ લૅબોરેટરીમાં મોકલવા પણ જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા કહ્યું

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ ગઈ કાલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સિનિયર અધિકારીઓને મળ્યા હતા અને તેમને કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારવા જણાવ્યું હતું. 
ભૂષણે ગયા અઠવાડિયામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈ ઢીલાશ રાખ્યા વિના ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સના ટેસ્ટિંગ તેમ જ જિનોમ સીક્વન્સિંગ માટે સૅમ્પલ્સ તાત્કાલિક મોકલવા જણાવ્યું હતું. ગઈ કાલની મીટિંગ દરમ્યાન પણ તેમણે એ આદેશના અમલ પર ભાર મૂક્યો હતો. કેન્દ્ર સરકારે રાજ્યોને ઑમિક્રૉન​ના કેસ જ્યાં નોંધાયા છે એવા દેશોમાંથી આવનારા પૅસેન્જર્સમાંથી જેઓ કોરોના પૉઝિટિવ આવે એમનાં સૅમ્પલ્સ યોગ્ય જિનોમ સીક્વન્સિંગ લૅબોરેટરીમાં મોકલવા પણ જણાવ્યું છે.

national news