સીબીઆઇએ નવ કલાક સુધી કાર્તિ ચિદમ્બરમની પૂછપરછ કરી

27 May, 2022 11:24 AM IST  |  New Delhi | Agency

સીબીઆઇ મુખ્યાલયની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કાર્તિએ કહ્યું હતું કે તેની વિરુદ્ધનો કેસ બોગસ છે.

કાર્તિ ચિદમ્બરમ

સીબીઆઇએ વિઝા કૌભાંડ કેસના સંબંધમાં કૉન્ગ્રેસના સંસદસભ્ય કાર્તિ ચિદમ્બરમની ગઈ કાલે નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ કેસ ૨૦૧૧માં કાર્તિના પિતા ​પી. ચિદમ્બરમ ગૃહપ્રધાન હતા ત્યારે ૨૬૩ ચાઇનીઝ નાગરિકોને વિઝા આપવાને સંબંધિત છે. સ્પેશ્યલ કોર્ટે કાર્તિને યુકે અને યુરોપથી આવ્યાના ૧૬ કલાકમાં જ સીબીઆઇની તપાસમાં જોડાવાનો આદેશ આપ્યો હતો. 
સીબીઆઇ મુખ્યાલયની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કાર્તિએ કહ્યું હતું કે તેની વિરુદ્ધનો કેસ બોગસ છે.

national news