બીજેપી લીડરે કહ્યું, ૭૦૦ ખેડૂતોનો જીવ બચાવી શકાયો હોત

25 November, 2021 01:05 PM IST  |  Balia | Agency

‘જો ખેડૂતોના આંદોલનના ૩૦ દિવસમાં જ આ ત્રણ કૃષિ કાયદાઓને પાછા ખેંચી લેવામાં આવ્યા હોત તો ૭૦૦થી વધુ ખેડૂતો મૃત્યુ પામ્યા ના હોત. કાયદાઓ રદ કરવાનો આ નિર્ણય એક બાજુ ખુશીનો સંકેત છે અને બીજી બાજુ લેટ લતિફી.’

બીજેપી લીડરે કહ્યું, ૭૦૦ ખેડૂતોનો જીવ બચાવી શકાયો હોત

બીજેપીના નેતા રામ ઇકબાલ સિંઘે પોતાની જ પાર્ટીની સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો ખેડૂતોના આંદોલનના ૩૦ દિવસમાં જ આ ત્રણ કૃષિ કાયદાઓને પાછા ખેંચી લેવામાં આવ્યા હોત તો ૭૦૦થી વધુ ખેડૂતો મૃત્યુ પામ્યા ના હોત. કાયદાઓ રદ કરવાનો આ નિર્ણય એક બાજુ ખુશીનો સંકેત છે અને બીજી બાજુ લેટ લતિફી.’
તેમણે માગણી કરી હતી કે સરકારે આ આંદોલન દરમ્યાન મૃત્યુ પામનારા ખેડૂતોના પરિવારજનોને ઓછામાં ઓછું ૫૦ લાખ રૂપિયાનું વળતર તેમ જ તેમના પરિવારમાંથી કોઈ એકને રોજગારી પૂરી પાડવી જોઈએ. 

national news