'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' : જવાબમાં કોંગ્રેસ બનાવશે મોદી પર ફિલ્મ

28 December, 2018 04:48 PM IST  | 

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' : જવાબમાં કોંગ્રેસ બનાવશે મોદી પર ફિલ્મ

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નો વિરોધ

મધ્ય પ્રદેશમાં 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર પ્રતિબંધના સમાચાર વચ્ચે પંજાબમાં ફિલ્મ માટે સારા સમાચાર આવ્યા છે. પંજાબ સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં આ ફિલ્મ પર બૅન નહીં મૂકાય. જો કે સામે પંજાબમાં કોંગ્રેસ જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવશે. અમૃતસર પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રાજકુમાર વેરકાએ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'ના વિરોધમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
 
કોંગ્રેસના ધારાસભ્ય વેરકાએ દાવો કર્યો છે કે તે બોલીવૂડના પ્રચલિત એક્ટરો સાથે મળીને આવતા વર્ષે આ ફિલ્મની શરૂઆત કરશે. એમણે કહ્યું હતું કે ફિલ્મ બનાવવામાં કોઈ પણ વાતની કસર રાખવામાં આવશે નહીં. વેરકાનો દાવો છે કે બજેટ ભલે ગમે તેટલું હોય પણ અમે ફિલ્મ બનાવીને જ રહીશું.
 
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં અત્યારથી જ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાઈ ચૂક્યો છે. જો કે પંજાબ સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ નહીં મૂકાય. મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે કહ્યું હતુ કે , 'એવા કોઈ પગલા લેવાશે નહી. મળતી માહિતીઓ અનુસાર સ્પષ્ટ કરવામાં આવે છે કે પંજાબમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવશે નહી'.
 
જણાવી દઈ કે 'ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર'ના ટ્રેલર લોન્ચ થવાની સાથે જ ભાજપે કોંગ્રેસ પર આક્ષેપો મુકવાનું શરૂ કર્યું હતું જો કે કોંગ્રેસ તરફથી મૌન ધારણ કરવામાં આવ્યું હતું. ધારા સભ્ય વેરકાના PM નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવવાના દાવા પછી રાજકારણ ગરમાયું છે