દુશ્મનના રડારનું આવી બનશે સુખોઈમાંથી રુદ્રમ મિસાઇલનું પરીક્ષણ

10 October, 2020 12:19 PM IST  |  Mumbai | Agencies

દુશ્મનના રડારનું આવી બનશે સુખોઈમાંથી રુદ્રમ મિસાઇલનું પરીક્ષણ

દુશ્મનના રડારનું આવી બનશે સુખોઈમાંથી રુદ્રમ મિસાઇલનું પરીક્ષણ

ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ વિકસાવેલી રુદ્રમ ઍન્ટિ-રેડિયેશનનું સુખોઈ-30 ઍરક્રાફ્ટ દ્વારા પ્રક્ષેપણનો પ્રયોગ સફળ રહ્યો હતો. દેશના પૂર્વ કાંઠાના બાલાસોરથી આ પ્રયોગમાં સફળતા બદલ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ડીઆરડીઓ સહિત અન્ય તમામ સંબંધિતોને અભિનંદન આપ્યાં હતાં.
સત્તાવાર નિવેદનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર રુદ્રમ ડીઆરડીઓ એ ભારતીય હવાઈ દળ માટે ઘરઆંગણે વિકસાવેલી પ્રથમ ઍન્ટિ-રેડિયેશન મિસાઇલ છે. લૉન્ચ પ્લૅટફૉર્મ તરીકે એ મિસાઇલને SU-30 MkI ફાઇટર ઍરક્રાફ્ટ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. એની લૉન્ચ કન્ડિશન પ્રમાણે રેન્જ બદલાય છે. એમાં ફાઇનલ અટૅક માટે આઇએનએસ-જીપીએસ નેવિગેશન સિસ્ટમ અને પેસિવ હોમિંગ હેડ છે. એ પ્રોગ્રામિંગ અનુસાર અનેકવિધ ફ્રીક્વન્સીઝ પર ટાર્ગેટ્સને વિંધી શકે છે. આ સાથે ભારતે દુશ્મનના રાડાર્સ, કમ્યુનિકેશન સાઇટ્સ અને અન્ય આર.એફ. એમિટિંગ ટાર્ગેટ્સને નિષ્ક્રિય બનાવવાની લૉન્ગ રેન્જ ઍર લૉન્ચ્ડ ઍન્ટિ-રેડિયેશન મિસાઇલ્સના ઘરઆંગણે ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરી લીધી છે.

national news