બેંગલુરૂમાં એર ફોર્સના ફાઈટર વિમાનની ગર્જનાએ શહેરને હચમચાવી દીધું

21 May, 2020 01:05 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

બેંગલુરૂમાં એર ફોર્સના ફાઈટર વિમાનની ગર્જનાએ શહેરને હચમચાવી દીધું

પ્રતિકાત્મક તસવીર

બેંગલુરૂના દક્ષિણ-પૂર્વ ભાગમાં બુધવારે બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ બહુ જોરથી રહસ્મય અવાજો આવતા આખું શહેર ડરી ગયું હતું અને લોકો અચંબામાં પડી ગયા હતા. પરંતુ આ વિસ્ફોટ અંગે તાત્કાલિક કોઈ બાબતની માહિતિ મળી નહોતી અને ભૂકંપ આવ્યો હશે કે કંઈ અણબનાવ બન્યો હશે તેવી ધારણા લોકોએ કરી લીધી હતી. પણ મોડી સાંજે ખબર પડી હતી આ ગર્જના એરફોર્સના ફ્રન્ટલાઈન ફાઈટર સુખોઈ-30ની હતી. જે તે સમયે નિયમિત ઉડાન ભરી રહ્યું હતું.

સંરક્ષણ અધિકારીએ કહ્યું હતું કે, આ એરફોર્સની નિયમિત ઉડાન હતી. જેમાં સુપરસોનિક પ્રોફાઈલ એટલે કે વિમાનને ધ્વનિની ગતિ સાથે પણ ઉડાડવાનું હતું. ઈન્ડિયન એર ફોર્સ (IAF)નું આ વિમાન એરક્રાફ્ટ એન્ડ સિસ્ટમ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ (એએસટીઈ)નું હતું, જેણે બેંગલુરૂના એરપોર્ટ પરથી ઉડાન કર્યું હતું. પરંતુ વિમાન શહેરની સીમાથી બહુ દુર પૂર્વમાં નિયત કરેલા હવાઈ ક્ષેત્રમાં હતું. એએસટીઈના ટેસ્ટ પાયલટ અને ફ્લાઈટ ટેસ્ટ એન્જીનિયર નિયમિત રૂપે વિમાનોની તપાસ અને ટ્રાયલ કરે છે. સુપસોનિક બૂમનો અવાજ સંભવિત ત્યારે આવ્યો હતો જ્યારે વિમાન સુપરસોનિક ગતિ એટલે કે ધ્વનિની ગતિથી સબસોનિક એટલે કે ધ્વનિની ગતિ કરતા ઓછી ગતિમાં આવી રહ્યું હતું ત્યારે લગભગ 35,000થી 40,000 ફુટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. રક્ષા વિભાગે કહ્યું હતું કે, જ્યારે વિમાન 65,000થી 80,000 ફુટની ઊંચાઈ પર ઉડતું હોય ત્યારે પણ સુપરસોનિક બૂમનો અવાજ સંભાળાઈ શકે છે અને તેને મહેસૂસ પણ કરી શકાય છે.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, બપોરે 1.15 વાગે સુખોઈ-30એ ઉડવાનું શરૂ કર્યું હતું અને આ વિચિત્ર ઘટના 1.24ની આસપાસ બની હતી, લગભગ પાચ સેકેન્ડના તીવ્ર અવાજથી શહેરના અનેક વિસ્તારો હલબલી ગયા હતા. ધડાકાનો આવાજ આંતરાષ્ટ્રીય વિમાનમથક, કલ્યાણ નગર, એમજી રોડ, મારતહલ્લી, વાઈટફિલ્ડ, શરઝાપુર, ઈલેક્ટ્રોનિક સિટીથી લઈને હેબ્બાગોડી સૂધી સંભળાયો હતો.

આ ઘટના પછી અનેક અટકળો લગાવવામાં આવી હતી. કેટલાક લોકોએ ભૂકંપ આવ્યો હોવાની અફવાઓ ફેલાવતા રાજ્યના કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરીંગ સેન્ટર (KSNDMC)એ સ્પષ્ટ કર્યું હતું કે શહેરમાં કોઈ જગ્યાએ ભૂકંપના આંચકાનો અનુભવ નથી થયો. તેમજ કોઈ પ્રકારનું નુકસાન પણ નથી થયું.

national news indian air force bengaluru