પાકની આર્મી સ્કૂલમાં આતંકી હુમલો,104ના મોત,500 બંધક

16 December, 2014 09:28 AM IST  | 

પાકની આર્મી સ્કૂલમાં આતંકી હુમલો,104ના મોત,500 બંધક



પેશાવર,તા.16 ડિસેમ્બર

જ્યારે 12થી પણ વધારે બાળકો ઘાયલ થયા છે.મૃતકોનો કુલ આંકડો 104જણાવવામાં આવી રહ્યો છે.જેમાં બે ટીચર અને એક પોલીસકર્મીઓ સામેલ છે.મહત્વપૂર્ણ છે કે આ સ્કૂલ સેના દ્વારા સંચાલિત છે.સ્કૂલમાં આતંકી હુમલા દરમ્યાન લગભગ 1500 જેટલા બાળકો હાજર હતા અને તેમાંથી મોટાભાગના બાળકો ઓડીટોરિયમમાં પરીક્ષા આપી રહ્યા હતા.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે કાળા કપડામાં આતંકવાદી વરસાક રોડ સ્થિત આર્મી પબ્લિક સ્કૂલમાં ઘુસી ગયા અને અંધાધૂધ ગોળીઓ ચલાવવાની શરૂ કરી દીધી હતી.આ સમાચાર પ્રસરતા એક હુમલાખોરે પોતાને બોમથી ઉડાવી દીધો હતો.

પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે સ્કૂલને ચારે બાજુથી ઘેરી લેવામાં આવી છે અને બચાવ અભિયાન જારી છે.માનવામાં આવે છે કે આ હુમલામાં હજીપણ 500 જેટલા લોકો સ્કૂલની અંદર બંધ છે.પાકિસ્તાનની તહરીક-એ-તાલિબાન જુથના પ્રવકતાએ હુમાલની જવાબદારી સ્વિકારી છે.એક અધિકારીએ જણાવ્યુ કે હુમલામાં લગભગ છ આતંકાવાદી સામેલ હતા અને તેમણે કાળા કપડા ધારણ કરેલા હતા.પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આ હુમલાની નિંદા કરી છે.તેમણે કહ્યુ છે કે આ હુમલામાં આતંકવાદીઓને છોડવામાં આવશે નહી.

એક પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે પહેલા શુ થઈ રહ્યુ છે તેનો અંદાજો જ ન આવ્યો,પરંતુ બાદમાં સેનાના અધિકારીઓ પાછળના દરવાજેથી બધાને નિકળવાનુ કહ્યુ.સ્કૂલમાં સેના પ્રવેશી છે અને જવાબી કાર્યવાહી હાથ ધરી છે.સેનાના હોલીકોપ્ટર સમગ્ર ઘટનાનુ નિરિક્ષણ કરી રહ્યા છે.હુમલામાં ઘવાયેલા બાળકોને સારવાર અર્થે પેશાવરની અલગ-અલગ હોસ્પિટલમાં ખલેડવામાં આવ્યા છે.હુમલાને પગલે પેશાવરમાં જોરદાર ટ્રાકિક જેમ થયો છે.સમગ્ર વિસ્તારમાં જોરદાર અફડા-તફડીનો માહોલ છે.આર્મી પબ્લિક સ્કૂલ આર્મી હાઉસિંગ કોલોની અને મેડિકલ સ્કૂલથી નજીક બરસક રોડ પર આવેલી છે.સૈનિકો બાળકોને સંપૂર્ણ સ્વસ્થતા પૂર્વક બહાર કાઢવા કાર્યવાહી કરી રહ્યા છે.