જવાનોને ખોરાકમાં ઝેર આપીને મારી નાખવાનું પાકિસ્તાનનું મોટું ષડ્‍યંત્ર

08 January, 2020 12:42 PM IST  |  New Delhi

જવાનોને ખોરાકમાં ઝેર આપીને મારી નાખવાનું પાકિસ્તાનનું મોટું ષડ્‍યંત્ર

ભારતી સેના

જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવી રહેલા સિક્યૉરિટી દળોનાં પીવાનાં પાણીમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર ઘડાઈ રહ્યાની બાતમી મળી હતી.

કેન્દ્રીય ગુપ્તચર દળ અને લશ્કરી ઇન્ટેલિજન્સને મળેલી બાતમી મુજબ જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સિક્યૉરિટી દળોનાં પીવાનાં પાણીમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. ગયા વર્ષના ઑગસ્ટની પાંચમીએ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ કરી ત્યારથી આતંકવાદી ઊંચાનીચા થઈ રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી અશાંતિ સર્જવા આતંકવાદીઓ રઘવાયા થયા હોવાની અને સિક્યૉરિટી દળોનાં પીવાનાં પાણીમાં ઝેર ભેળવવાની કોશિશ કરવાના હોવાની બાતમી મળતાં ગુપ્તચર વિભાગે લશ્કરના સંબંધિત અધિકારીઓને વાકેફ કર્યા હતા. કેટલાંક સ્થળોએ ફ્રી કાશ્મીર જેવાં વિવાદાસ્પદ પોસ્ટર્સ પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : નવા ટ્રાફિક કાયદામાં ફેરફાર કરશો તો રાષ્ટ્રપતિશાસન લાદીશું

રવિવારે પાટનગર નવી દિલ્હીમાં જેએનયુમાં થયેલી હિંસા પછી દેશભરમાં ઠેકઠેકાણે દેખાવો થયા હતા. મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયા પાસે થયેલા દેખાવોમાં પણ આવાં પોસ્ટર્સ દેખાતાં સિક્યૉરિટી વિભાગ સતર્ક થઈ ગયો હતો.

indian army national news terror attack