બિહારમાં ભયાનક પૂર : ૧૦ લાખ લોકો પર સંકટ

26 July, 2020 12:41 PM IST  |  Mumbai Desk | Agencies

બિહારમાં ભયાનક પૂર : ૧૦ લાખ લોકો પર સંકટ

વરસાદી આફત : બિહારમાં ઘણાં દિવસોથી એકધારો વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે રાજ્યના દસ જિલ્લામાંના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દરભંગામાં પોલીસ સ્ટેશનમાં ભરાઇ ગયેલાં પાણી વચ્ચે બેઠેલા પોલીસો. તસવીર : પી.ટી.આઈ.

બિહારમાં ગંડક, બાગમતી અને અધવારા નદીઓ જોખમી સપાટીએ વહી રહી હોવાથી બિહારના ૧૦ જિલ્લાના ૧૦ લાખથી વધુ લોકો પૂરના સંકજામાં છે. શનિવારે ગોપાલગંજ જિલ્લાના બૈકુંઠપુર વિસ્તારમાં સારણ બંધ બે જગ્યાએથી તૂટ્યો છે. એના લીધે સારણ જિલ્લાના તરૈયા, મશરખ અને પાનાપુરમાં પૂરનું જોખમ વધી ગયું છે. ગોપાલગંજના બૈકુંઠપુરમાં બે જગ્યાએ જમીંદારી બંધ તૂટ્યો છે. આ પહેલાં શુક્રવારે ગોપાલગંજમાં ગંડક નદી પર બનાવાયેલો સારણ બંધ તૂટ્યો હતો.
સતત પડી રહેલા વરસાદ અને જિલ્લામાં વહેતી વિવિધ નદીઓના જળસ્તરમાં વધારો થવાથી જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. દરભંગા સમસ્તીપુર રેલખંડ પર હાયાઘાટ અને થલવાડા વચ્ચે બનેલા પુલ પાસે નદીનું પાણી પહોંચી ગયું છે. ત્યાર પછી રેલખંડ પર ટ્રેનોની અવરજવર આગામી આદેશ સુધી અટકાવી દેવાઈ છે.

national news bihar