તેલંગાણામાં ચૂંટણી જીત્યાના 18 દિવસ પછી પણ ધારાસભ્યોએ નથી લીધા શપથ

28 December, 2018 07:07 PM IST  | 

તેલંગાણામાં ચૂંટણી જીત્યાના 18 દિવસ પછી પણ ધારાસભ્યોએ નથી લીધા શપથ

માત્ર પ્રધાન મોહમ્મદ મહમૂદ અલીએ શપથ લીધા છે.

 
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને બે અઠવાડિયાથી વધુનો સમય થઈ ચૂકયો છે. પરંતુ ચૂંટણી જીતનારા ઉમેદવારોને હજુ સુધી શપથ અપાવવામાં આવ્યા નથી. ધારાસભ્યોના શપથ સમારોહ માટે કોંગ્રેસે મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવને જવાબદાર ગણાવ્યા છે. કોંગ્રેસ નેતા આરસી ખૂંટિયાએ કહ્યું કે, 'શું તમે દેશનો એવો કોઈ ભાગ જોયો છે જ્યા ચૂંટણી જીતી હોય પરંતુ તેના ધારાસભ્યોને હજુ સુધી શપથ ન લેવડાવ્યા હોય.
જણાવી દઈકે તેલંગાણામાં 119 વિધાનસભા સીટ માટે સાત ડિસેમ્બરે ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં 11 ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં ચંદ્રશેખરની પાર્ટી ચૂંટણી જીતી હતી. ટીઆરએસના જોરદાર પરફોર્મન્સના કારણે પાર્ટીએ 119 સીટો માંથી 88 સીટો સાથે જીત મેળવી હતી. ચંદ્રશેખર રાવે 13 ડિસેમ્બરે મુખ્યમંત્રીનાં શપથ લીધા હતા અને ત્યારબાદ પાર્ટીના એક માત્ર પ્રધાન મોહમ્મદ મહમૂદ અલીએ શપથ લીધા છે.
મોહમ્મદ મહમૂદ અલીને રાજ્યના ગૃહ પ્રધાનનો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો છે. તેલંગાણામાં હજુ કેબિનેટનો વિસ્તાર થવાનો બાકી છે. સૂત્રો અનુસાર જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કેબિનેટનો વિસ્તાર થઈ શકે છે