નારાજ તેજપ્રતાપે વધારી RJDની મુશ્કેલી, નવો લાલૂ-રાબડી મોરચો બનાવશે

01 April, 2019 06:52 PM IST  |  પટના

નારાજ તેજપ્રતાપે વધારી RJDની મુશ્કેલી, નવો લાલૂ-રાબડી મોરચો બનાવશે

બળવાના મૂડમાં તેજપ્રતાપ

રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે એલાન કર્યું છે કે તેઓ નવો રાજનૈતિક મોરચો બનાવશે. તેનું નામ લાલૂ-રાબડી મોરચો હશે. તેજ પ્રતાપે કહ્યું કે જો તેમની વાત ન માનવામાં આવી તો તેઓ કોઈ પણ મોટું પગલું લઈ શકે છે. જો કે આ મામલે જ્યારે તેજ પ્રતાપને પૂછવામાં આવ્યું તો તેમણે કોઈ જાણકારી હોવાનો ઈનકાર કરી દીધો.

મહત્વનું છે કે તેજ પ્રતાપ યાદવ પાર્ટી અને પરિવારથી નારાજ ચાલી રહ્યા છે અને તેમણે બાગી તેવર અપનાવ્યા છે. તેમની જીદ હતી કે તેમની પસંદના બે ઉમેદવારોને લોકસભા ચૂંટણીની ટિકિટ આપવી જોઈએ. તેઓ પોતાની જીદને લઈને કોઈનું નથી સાંભળી રહ્યા. પાર્ટીમાં પણ આ વાતને  લઈને નેતાઓમાં રોષ છે.

RJDના નેતા શિવાનંદ તિવારીઓ તો ત્યાં સુધી ખુલીને કહી દીધું છે કે તેજ પ્રતાપની જીતથી લોકો તેમના પર હસી રહ્યા છે. અને તેની અસર ચૂંટણી પર પણ પડશે. એવામાં તેમણે લાલૂ અને રાબડીને આગ્રહ કર્યો છે કે તેઓ તેજ પ્રતાપને શાંત કરાવે. આ બાદ રાબડી દેવીએ અનેક વાર તેજ પ્રતાપ સાથે વાત કરી છે પણ તેજ પ્રતાપ તેમની જીદ પર અડગ છે.

આ પહેલા તેમણે જાહેરાત કરી હતી કે જો રાજદ તેમની પસંદગીના ઉમેદવારોને ટિકિટ નહીં આપે તો તેઓ અપક્ષ ચૂંટણી લડશે અને જલ્દી જ પોતાની ઉમેદવારી દાખલ કરશે અને તેમની જીત માટે તમામ પ્રયાસો કરશે. તેજ પ્રતાપ તેમના સસરા ચંદ્રિકા રાયને સારણ બેઠકથી ટિકિટ આપવામાં આવવાથી પણ નારાજ છે. તેઓ અહીંથી સસરાની સામે અપક્ષ ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચોઃ બિહાર:મહાગઠબંધન પર મહોર, 20 બેઠક પર RJDઅને 9 બેઠક પર કોંગ્રેસ લડશે

તેજપ્રતાપે લગ્નના કેટલાક મહીનાઓ બાદ જ પોતાની પત્ની ઐશ્વર્યાને છૂટાછેડા આપવાની અરજી કોર્ટમાં કરી, જેના પર સુનાવણી ચાલી રહી છે. પોતાની અરજીમાં તેજ પ્રતાપે અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેમાંથી એક એ પણ છે કે ઐશ્વર્યાએ પોતાના પિતા ચંદ્રિકા રાયને સારણ સીટ પરથી ટિકિટ મળે તે માટે તેજ પ્રતાપ પર દબાણ કર્યું હતું.

lalu prasad yadav rashtriya janata dal bihar