જો Tejas Express મોડી પડશે તો મુસાફરોને મળશે 250 રૂપિયા સુધીનું રિફંડ

01 October, 2019 06:00 PM IST  |  મુંબઈ

જો Tejas Express મોડી પડશે તો મુસાફરોને મળશે 250 રૂપિયા સુધીનું રિફંડ

તેજસ એક્સપ્રેસ

રેલવેની સહાયક કંપની IRCTCએ દિલ્હી-લખનઊ તેજસ એક્સપ્રેસના મુસાફરોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેજસ ટ્રેન જો મોડી પડશે તો મુસાફરોને વળતર આપવામાં આવશે. જો ટ્રેન એક કલાકથી વધુ મોડી થાય છે તો 100 રૂપિયા અને બે કલાકથી વધુ મોડી થાય તો 250 રૂપિયાનું વળતર આપવામાં આવશે.

25 લાખ સુધીનો મફત વીમો
આ પહેલા IRCTCએ મુસાફરોના હિતમાં પગલું લેતા 25 લાખ રૂપિયાનો મફત વીમો આપવાનું ઑફર કરી હતી. જે અંતર્ગત મુસાફરોનો સામાન ચોરી થાય તો 1 લાખનું કવરેજ આપવામાં આવશે.

4 ઓક્ટોબરે થશે શરૂ
4 ઓક્ટોબરે દિલ્હી-લખનઊ તેજસ એક્સપ્રેસ ટ્રેનને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ લીલી ઝંડી બતાવશે. 5 ઓક્ટોબરે તેજસ ટ્રેન લખનઊથી સવારે 6:10 વાગ્યે રવાના થશે અને બપોરે 12:25 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. જ્યારે બીજી તેજસ નવી દિલ્હી છે 3:35 વાગ્યે નીકળશે અને રાત્રે 10:05 વાગ્યે પહોંચશે.

આ પણ જુઓઃ

તેજસમાં સફર કરો છો આ વાત જાણી લો
-મુસાફરોના સામાનને ઘરથી ટ્રેન સુધી લાવવા માટે અલગ સુવિધા હશે
-મુસાફરો માટે ડિનરની વ્યવસ્થા હશે.
-મુસાફરીના 4 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવો તો 25 રૂપિયા કપાશે.
-તેજસ ટ્રેનમાં 5 વર્ષથી નાના બાળકનું ભાડું નહીં લાગે.
-ટ્રેનના સમયથી 5 મિનિટ પહેલા સુધી પણ ટિકિટ બુક કરાવી શકાશે.

irctc