કૉન્ગ્રેસ અને ટીમ અણ્ણા વચ્ચેનું યુદ્ધ ભીષણ બન્યું

10 October, 2011 09:00 PM IST  | 

કૉન્ગ્રેસ અને ટીમ અણ્ણા વચ્ચેનું યુદ્ધ ભીષણ બન્યું



બીજી બાજુ અણ્ણાના નિકટના સહયોગી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘અણ્ણા હઝારે સંસદથી પર છે અને તેમને એક નાગરિક તરીકે લોકપાલ બિલ માટે આંદોલન ચલાવવાનો અધિકાર છે. નાગરિકો સંસદથી વધારે મહત્વના છે. હું માનું છું કે બંધારણ આમ કહે છે. લોકપાલ બિલ લાવવાનું કામ કૉન્ગ્રેસનું  છે અને માટે અમે હિસારમાં એનો વિરોધ કરી રહ્યા છીએ. જો બીજેપી જનલોકપાલ બિલને ટેકો આપવાનું પોતાનું વચન નહીં પાળે તો અમે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનો પણ વિરોધ કરીશું.’

દરમ્યાન બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીએ હરિયાણાના હિસારમાં એક રૅલીને સંબોધતાં કહ્યું હતું કે ‘દેશના રાજકારણમાં હિસારની પેટાચૂંટણી ઐતિહાસિક બની રહેશે. અમે જનલોકપાલ બિલને સંપૂર્ણ ટેકો આપ્યો છે. હવે મતદાતાઓએ કૉન્ગ્રેસને હરાવીને જનલોકપાલ બિલને ટેકો આપવાનો છે.’