ટીચર્સ ડે પર પ્રેરણારૂપ દાસ્તાન, અંધ શિક્ષિકા કૉલેજનાં વાઇસ-પ્રિન્સિપાલ છે

05 September, 2012 04:57 AM IST  | 

ટીચર્સ ડે પર પ્રેરણારૂપ દાસ્તાન, અંધ શિક્ષિકા કૉલેજનાં વાઇસ-પ્રિન્સિપાલ છે

૧૩ વર્ષની ઉંમરે તેમને સ્કૂલમાં ર્બોડ પર લખવામાં આવેલા શબ્દો વાંચવામાં તકલીફ પડવાની શરૂઆત થઈ હતી. ડૉક્ટરોને બતાવતાં તેમના રોગનો ત્યારે કોઈ ઇલાજ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. આમ છતાં ૧૯૭૫માં તેમણે ૬૨ ટકા માર્ક સાથે એસએસસીની પરીક્ષા પાસ કરી લીધી હતી અને ૧૯૭૭માં ૬૯ ટકા સાથે ડીએડ કર્યું. ૧૯૭૭માં તેઓ મુલુંડ વિદ્યામંદિરમાં કેજીના ટીચર તરીકે અને દાદરની રાજે શિવાજી એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામની શરૂઆત કરી. ૧૯૭૯માં તેઓ ઘાટકોપરની ભટ્ટવાડીમાં સુધરાઈની સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતાં થયાં. ડૉક્ટર ખરાડેએ કહ્યું હતું કે ‘એ સમયે મને જાણ થઈ કે મને જે રોગ છે એની દવા શોધવા માટે રશિયાના મૉસ્કો શહેરની એક હૉસ્પિટલમાં પ્રયોગ ચાલી રહ્યા છે. મારા પિતાની મદદથી હું ત્યાં પહોંચી. ૧૦ દિવસની ટ્રીટમેન્ટ પછી મને સારું લાગ્યું, પણ ડૉક્ટરોએ જણાવી દીધું કે મને સંપૂર્ણ દ્દષ્ટિ મળે એમ નથી. જોકે હું હિંમત હારી નહીં અને ત્યાં જ રહી ગઈ અને મેં મારું ગ્રૅજ્યુએશન પણ ત્યાં પૂરું કર્યું. મૉસ્કો યુનિવર્સિટીએ મને સ્કૉલરશિપ આપી. મેં એમએ (એજ્યુકેશન) અને ૧૯૯૧માં ડૉક્ટરેટ કર્યું અને ભારત પાછી ફરી. ૧૯૯૧માં હું સોમૈયા કૉલેજમાં સિનિયર લેક્ચરર તરીકે જોડાઈ અને ૨૦૦૬થી હું વાઇસ પ્રિન્સિપાલ છું.’

મુંબઈ યુનિવર્સિટીએ તેમને પીએચડી કરી રહેલા સ્ટુડન્ટ્સના ગાઇડ તરીકે માન્યતા આપી છે અને હાલમાં ત્રણ સ્ટુડન્ટ્સ તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહ્યા છે. તેમને ઘણા અવૉર્ડ્સ પણ મળી ચૂક્યા છે.