સંસદની નવી બિલ્ડિંગ તાતા પ્રોજેક્ટ્સ આટલા રૂપિયામાં બાંધશે

16 September, 2020 06:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સંસદની નવી બિલ્ડિંગ તાતા પ્રોજેક્ટ્સ આટલા રૂપિયામાં બાંધશે

ફાઈલ તસવીર

સંસદની નવી બિલ્ડિંગ બાંધવાનું કામ તાતા પ્રોજેક્ટ્સે મેળવ્યું છે. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટએ આ માટે નાણાકીય બિડ્સ મગાવી હતી, જેમાં તાતા પ્રોજેક્ટ્સે લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી)ની બિડને માત આપી છે.

સંસદની નવી ઈમારતનું બાંધકામ કરવા માટે એલએન્ડટીએ રૂ.865 કરોડની બિડ કરી હતી, જ્યારે તાતા પ્રોજેક્ટ્સે રૂ.861.90ની બિડ કરતા આ કોન્ટ્રેક્ટ તેને મળ્યો છે. આ બિલ્ડિંગ એક વર્ષની અંદર બની જશે તેવો અંદાજ છે.

સરકારી વિભાગનો અંદાજ હતો કે નવી બિલ્ડિંગ બનાવવા રૂ.940 કરોડનો ખર્ચ થશે. નવી બિલ્ડિંગ ત્રિજ્યા (ટ્રાઈંગલ)માં બનશે. હાલમાં જે પાર્લામેન્ટનું બિલ્ડિંગ છે તે બ્રિટિશ કાળનું છે, જે સર્ક્યુલર છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ જૂની બિલ્ડિંગને રિપેર અને રિનોવેટ કરીને તેનો ઉપયોગ અન્ય કોઈ હેતુએ કરાશે.

આ વર્ષની શરૂઆતમાં જ કહ્યું હતું કે, વર્તમાન બિલ્ડિંગમાં જગ્યા ઓછી હોવાથી નવી બિલ્ડિંગની જરૂર છે. તેમ જ બંધારણના પુનઃ ગઠન બાદ લોકસભામાં પણ સંખ્યા વધવાની શક્યતા હોવાથી વર્તમાન બિલ્ડિંગમાં બધાને સમાવવું મુશ્કેલ બનશે.

સંસદની નવી બિલ્ડિંગ કેન્દ્રના વિસ્ટા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત છે, જેથી વિરોધી પક્ષ નાખૂશ હોવાથી કોર્ટમાં પણ આ મુદ્દાને પડકાર્યો છે.

national news