લોકોએ ત્રીજી લહેરની ચેતવણીને ગંભીરતાથી લેવી જોઈએઃ અજીત પવાર

19 June, 2021 05:43 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે કોરોનાની પરિસ્થિતિને લઈ પત્રકાર પરિષદ યોજી હતી.

અજીત પવાર (ફાઈલ ફોટો)

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે શનિવારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને લોકોને કોવિડ -19 સામે પોતાનું રક્ષણ કરવા કહ્યું હતું. પ્રતિબંધો હળવા થયા બાદ પ્રવાસીઓને પણ કોરોના સામે સાવચેતી રાખવા ચેતવણી આપી છે. 

તેમણે કહ્યું કે લોકોએ ત્રીજી લહેર અંગેની ચેતવણીને ગંભીરતાથી લેવાની જરૂર છે. પુણે જિલ્લામાં કોરોના વાઈરસની પરિસ્થિતિની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બાદમાં અજીત પવારે પત્રકારો સાથે વાત કરી હતી. 

અજીત પવારે કહ્યું હતું કે જો લોકો  પર્યટક હેતુ માટે જિલ્લાની બહાર જાય છે, એમાંય જો કોરોનાનું જોખમ વધશે તો વહીવટ પાસે તે લોકોના ઘરે પાછા ફર્યા બાદ 15 દિવસ ક્વોરન્ટાઇનનો નિયમ લાદવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે.

પુણેમાં કોરોના વાઈરસની સ્થિતિ થોડી સુધરી રહી છે. કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે. પરંતુ એક અગ્રિમ પગલા તરીકે અને સાવચેતીના ભાગરૂપે એવું નક્કી કરવામાં આવ્યું છે કે  કેટલાક મૉલ, હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સ તથા દુકાનો વીકએન્ડમાં બંધ રહેશે.  તેમણે કહ્યું કે આ સિસ્ટમ આગામી શનિવાર અને રવિવાર સુધી ચાલુ રહેશે. તે પછી જો પરિસ્થિતિમાં વધુ સુધારો આવે તો સમીક્ષા બાદ પ્રતિબંધો કેટલા અંશે હળવા કરવા તે અંગે નિર્ણય લેવામાં આવશે. આ સાથે જ તેમણે વિકેન્ડમાં મહાબલેશ્વર અને લોનાવાલા સ્થળો પર પ્રવાસ માટે જતા લોકો પર ચિંતા વ્યક્ત કરી હતી. 

national news maharashtra ajit pawar coronavirus