હવે અલાઉન્સિસને સૅલેરીમાં ગણીને પીએફ કાપવામાં આવશે

12 December, 2012 03:31 AM IST  | 

હવે અલાઉન્સિસને સૅલેરીમાં ગણીને પીએફ કાપવામાં આવશે

ઇન્ટરનલ રિવ્યુ મીટિંગ બાદ ૩૦ નવેમ્બરે આ સક્ર્યુલર બહાર પાડવામાં આવ્યો હતો. અત્યાર સુધી માત્ર બેસિક સૅલરી તથા ડિયરનેસ અલાવન્સ (મોંઘવારી ભથ્થા)ના આધારે દેશની મોટા ભાગની કંપનીઓ પીએફ આપતી હતી. એમાં ૧૨ ટકા કર્મચારીના પગારમાંથી કપાતા અને કંપની તરફથી પણ ૧૨ ટકા ચૂકવવામાં આવતા હતા. કેટલીક કંપનીઓ પીએફની રકમ ઓછી આપવી પડે એ માટે બેસિક પગારને વિવિધ અલાવન્સિસમાં આપતી હતી. એમાં એજ્યુકેશનલ, મેડિકલ, નાઇટ શિફ્ટ ઇન્સેન્ટિવ તથા ફૂડ કન્સેશન જેવી બાબતોનો સમાવેશ હતો. જોકે હવે આ તમામ રકમને બેસિક પગારમાં જ ગણવામાં આવશે એથી કર્મચારીની માસિક ટેક હોમ સૅલરીમાં ઘટાડો થશે, પરંતુ પીએફમાં વધુ બચત થશે.