જોઈ લો ૭૫ રૂપિયાનો સિક્કો

17 October, 2020 12:21 PM IST  |  New Delhi | Mumbai correspondent

જોઈ લો ૭૫ રૂપિયાનો સિક્કો

જોઈ લો ૭૫ રૂપિયાનો સિક્કો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ખાદ્ય અને કૃષિ સંગઠનની 75મી જયંતી નિમિત્તે 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો હતો. આ દરમિયાન તેમણે તાજેતરમાં જ વિકસાવાયેલી ૮ પાકની ૧૭ જૈવ-સંવર્ધિત વિવિધતાઓ દેશને સમર્પિત કરી હતી. સાથે જ તેમણે વર્લ્ડ ફૂડ ડેની શુભેચ્છા પાઠવતાં કુપોષણ વિરુદ્ધના ભારતના પ્રયાસો વર્ણવ્યા હતા.
વડા પ્રધાને જણાવ્યું હતું કે વિશ્વમાં જે લોકો કુપોષણને દૂર કરવા માટે સતત કામ કરી રહ્યા છે તેમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આ તમામના પ્રયાસો થકી જ ભારત કોરોનાના આ મુશ્કેલ સમયગાળામાં પણ કુપોષણ વિરુદ્ધ મજબૂત લડાઈ લડી રહ્યું છે. ભારતના આપણા ખેડૂતો, આપણા અન્નદાતા, આપણા કૃષિ વિજ્ઞાનીઓ, આપણા આંગણવાડી – આશા કાર્યકરો કુપોષણ વિરુદ્ધના આંદોલનનો આધાર છે.

યુવતીનાં લગ્નની યોગ્ય એજ કઈ? નરેન્દ્ર મોદી શું કહે છે...

ભારતમાં કન્યાઓના લગ્નની લઘુતમ વય સંબંધી નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવનાર હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કન્યાઓની લગ્ન માટેની લઘુતમ વયમર્યાદા વિશે અભ્યાસ અને ભલામણો માટે નીમવામાં આવેલી સમિતિનો અહેવાલ પ્રાપ્ત થયા પછી એ વિષયમાં નિર્ણય લેવામાં આવશે. એ સમિતિનો અહેવાલ ક્યારે પ્રાપ્ત થશે અને સરકાર ક્યારે નિર્ણય લેશે એ બાબતે અમને દેશના જુદા જુદા ભાગોમાંથી મહિલા આગેવાનો અને સ્ત્રી સંગઠનોના પત્રો આવે છે. એ બધાને કહીશ કે ટૂંક સમયમાં અહેવાલ પ્રાપ્ત થતાં સત્વરે નિર્ણય પણ લેવાશે.

national news new delhi