તાજમહેલના બન્ને દરવાજા કરવામાં આવ્યા બંધ, વિસ્ફોટક મૂકાયાની મળી સૂચના

04 March, 2021 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

તાજમહેલના બન્ને દરવાજા કરવામાં આવ્યા બંધ, વિસ્ફોટક મૂકાયાની મળી સૂચના

તાજમહેલના બન્ને દરવાજા કરવામાં આવ્યા બંધ, વિસ્ફોટક મૂકાયાની મળી સૂચના

તાજમહેલની અંદર બૉમ્બ હોવાની સૂચના મળતા સીઆઇએસએપના જવાનોએ તાજમહેલમાં રહેલા પર્યટકોને બહાર કાઢ્યા અને તરત તાજમહેલના બન્ને દરવાજા બંધ કરી દીધા. કોઇક અજ્ઞાત વ્યક્તિએ અહીં વિસ્ફોટક હોવાની માહિતી આપી હતી.

ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત ઐતિહાસિક ધરોહર તાજમહેલને આજે (4 માર્ચ, ગુરુવારે) એકાએક બંધ કરી દેવામાં આવ્યું. તાજમહેલની અંદર વિસ્ફોટક હોવાની સૂચના મળતા સીઆઇએસએપના જવાનોએ તાજમહેલમાં રહેલા પર્યટકોને બહાર કાઢ્યા અને તરત તાજમહેલના બન્ને દરવાજા બંધ કરી દીધા. કોઇક અજ્ઞાત વ્યક્તિએ અહીં વિસ્ફોટક હોવાની માહિતી આપી હતી. હાલ પોલીસ ફોન કૉલની તપાસ કરી રહી છે.

વિશ્વ ધરોહરમાં વિસ્ફોટકની સૂચના મળતા ત્યાં હડકંપ મચ્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હાલ આખા તાજમહેલ પરિસરને ચૅક કરવામાં આવી રહ્યું છે. બધા પર્યટકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ મામલે અત્યાર સુધી કોઇ અધિકારિક નિવેદન આવ્યું નથી.

આગ્રાના એસપી (પ્રૉટોકૉલ) શિવ રામ યાદવે ANIને જણાવ્યું કે, "અમને નિયંત્રણ કક્ષ પાસેથી માહિતી મળી હતી કે એક વ્યક્તિએ તેમને એ કહીને ફોન કર્યો હતો કે સૈન્ય ભરતીઓમાં વિસંગતિઓ છે અને તેને ભરતી નથી કરવામાં આવ્યો. તેણે જણાવ્યું કે તાજમહેલ પરિસરમાં એક બૉમ્બ મૂકવામાં આવ્યો છે જે ટૂંક સમયમાં જ સ્ફોટ થશે." યાદવે જણાવ્યું કે તાજમહેલની આસપાસ સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે.

યૂપી પોલીસની હેલ્પલાઇન 112 નબંર પર આ ફોન આવ્યો હતો. પોલીસે કૉલ ટ્રેસ કરી લીધો છે. આ કૉલ ફિરોઝબાદથી આવ્યો હતો, જો કે, ફોન કરનારની હજી કોઇ ઓળખ થઈ નથી.

taj mahal agra national news