ગુરુગ્રામ પ્રશાસને જાહેર કરી એડવાઈઝરી, તીડથી બચવા કરો આ ઉપાય

27 June, 2020 01:01 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ગુરુગ્રામ પ્રશાસને જાહેર કરી એડવાઈઝરી, તીડથી બચવા કરો આ ઉપાય

ગુરુગ્રામમાં તીડનો હુમલો

તીડના હુમલાથી કેટલાય રાજ્યોના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તીડે લાખો-કરોડોની ખેતીનું ઘણું નુકસાન કર્યું છે. તીડ હવે ગુરુગ્રામ પહોંચ્યા છે. જિલ્લા પ્રશાસને શુક્રવારે જ શહેરવાસીઓને આનાથી બચાવ માટે કહ્યું હતું કે લોકો પોત-પોતાના ઘરની બારીઓ બંધ રાખે. પ્રશાસને લોકોને કહ્યું કે તીડ આવે તો વાસણ વગાડીને ઘોંઘાટ કરવો.

પ્રશાસને આ સંબંધે કહ્યું કે તીડનું ઝૂંડ મહેન્દ્રગઢ જિલ્લામાં પહોંચી ગયું હતું જે રેવાડી સીમા સુધી પહોંચે તેવી આશા હતી. આ પરિસ્થિતિઓમાં, ગુરુગ્રામ પ્રશાસને એક એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું કે લોકોએ પોતાની બારીઓ બંધ રાખવી અને ટિનના ડબ્બા, વાસણ અને ઢોલ વગાડીને ઘોંઘાટ કરવો જેથી તીડ એક સ્થાને ન બેસી શકે.

પ્રશાસને આગળ કહ્યું કે ખેડૂતો કીટનાશકયુક્ત પંપ તૈયાર રાખે જેથી તે પોતાનો પાક તીડથી બચાવી શકે. પ્રશાસન તરફથી કૃષિ વિભાગના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તે ગામડામાં જઈને ગ્રામીણોને તીડના હુમલાથી બચવા વિશે જાગૃકતા ફેલાવે.

જણાવવાનું કે આ વર્ષે તીડે રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં કેટલાય એકરની ખેતીને નુકસાન પહોંચાડ્યું છે. કેન્દ્ર સરકારે આનાથી બચાવ માટે 11 કન્ટ્રોલ રૂમ તૈયાર કર્યા છે. ગયા મહિને હરિયાણાના મુખ્ય સચિવ કેશની આનંદે કૃષિ વિભાગ અને બધાં જિલ્લા પ્રશાસનને બધી જરૂરી સાવચેતીઓ રાખવા માટે કહ્યું હતું.

national news gurugram