સૌથી ગંદું શહેર મદુરાઈ

19 July, 2025 12:07 PM IST  |  Madurai | Gujarati Mid-day Correspondent

એના પછી લુધિયાણા, ચેન્નઈ અને રાંચી

મદુરાઈ શહેર

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-’૨૫ના પુરસ્કારોની જાહેરાત પછી જાહેર કરાયેલી યાદી મુજબ ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું સૌથી ગંદું શહેર તામિલનાડુમાં આવેલું મંદિરોનું શહેર મદુરાઈ છે. આ શ્રેણીમાં પંજાબનું લુધિયાણા બીજા ક્રમે સૌથી ગંદું શહેર છે. ત્યાર બાદ તામિલનાડુની રાજધાની ચેન્નઈ અને ઝારખંડની રાજધાની રાંચી આવે છે. ત્રણથી લઈને ૧૦ લાખની વસ્તી-શ્રેણીમાં સૌથી ગંદું શહેર મથુરા કૅન્ટ છે. એ પછી ઇરોડ, કોલ્લમ, ટુમકુર અને સેલમનો ક્રમાંક આવે છે.

madurai tamil nadu swachh bharat abhiyan india ludhiana chennai ranchi national news news