સુશીલ કુમાર શિંદે હોઈ શકે છે રાહુલ ગાંધીના ઉત્તરાધિકારી, ચર્ચાઓ થઈ તેજ

30 June, 2019 03:44 PM IST  |  નવી દિલ્હી

સુશીલ કુમાર શિંદે હોઈ શકે છે રાહુલ ગાંધીના ઉત્તરાધિકારી, ચર્ચાઓ થઈ તેજ

સુશીલ કુમાર શિંદે હોઈ શકે છે રાહુલ ગાંધીના ઉત્તરાધિકારી

લોકસભા ચૂંટણી બાદ જ્યા કોંગ્રેસને નેતાઓ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. ત્યાં કોંગ્રેસના નવા અધ્યક્ષને લઈને પણ પાર્ટીમાં લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. અને હવે આ ચર્ચાઓ નિર્ણાયક રૂપ લેતી નજર આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હવે રાહુલ ગાંધીના ઉત્તરાધિકારીના નામ પર મહોર લાગી ગઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગાંધી પરિવાર સાથે વિચાર વિમર્શ કર્યા બાદ મન બનાવ્યું છે કે પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને પાર્ટીના આગામી અધ્યક્ષ બનાવવાનું મ બનાવી લીધું છે. તેની જાહેરાત થોડા સમયમાં થઈ શકે છે, કારણ કે હાલ પાર્ટીમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે પાર્ટીએ લગભગ સુશીલ કુમાર શિંદેને આગામી અધ્યક્ષ બનાવવાનું મન બનાવી લીધું છું. આ પહેલા સુધી આ દોડમાં મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત. ગુલામ નબી આઝાદ સહિતના નેતાઓના નામ સામેલ છે. સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના જાણીતા દલિત નેતા છે. જો કે, તેઓ આ વખતે લોકસભા ચૂંટણી હારી ગયા હતા.

રાહુલ સાથે મુલાકાત કરી શકે છે શિંદે
સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર શિંદે આ મામલે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. આ સંદર્ભે ગાંધી પરિવારે સહમતિ આપી દીધી છે. સાથે જ પાર્ટીના સલાહકાર અને વરિષ્ઠ નેતાઓએ પણ તેમને આ જવાબદારી સોંપવાની ભલામણ કરી છે.

rahul gandhi sushilkumar shinde