સુશાંતની ‘ડ્રગ્સ પાર્ટી’માં બૉલીવુડના ઘણા સ્ટાર્સ આવતા હતા

06 September, 2020 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંતની ‘ડ્રગ્સ પાર્ટી’માં બૉલીવુડના ઘણા સ્ટાર્સ આવતા હતા

ફાઈલ ફોટો

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડાની એનસીબીએ ધરપકડ કરી છે. આ બંનેએ કબૂલ કર્યું કે, રિયાના કહેવા ઉપર તે ડ્રગ્સની ખરીદી કરતા હતા, જેના માટે તેના જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતના હેલ્પર દિપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાંડાએ અમૂક વાતો ઉપર પ્રકાશ નાખ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુશાંતની પાર્ટીમાં ‘ડ્રગ્સ’નો ઉપયોગ થતો હતો. સુશાંતની આ ડ્રગ્સ પાર્ટી તેના ફાર્મહાઉસમાં થતી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ આ ડ્રગ્સ પાર્ટીમાં આવતા હોવાનું બંનેએ કબૂલ કર્યું છે. આ બંનેએ અમૂક સ્ટાર્સના નામ આપ્યા છે જે પાર્ટીમાં આવીને ડ્રગ્સ લેતા હતા.

રિયાના કહેવા ઉપર ડ્રગ્સની ખરીદી થતી હતી. સપ્ટેમ્બર 2019થી માર્ચ 2020 દરમિયાન સુશાંત માટે ડ્રગ્સની ખરીદી કરવામાં આવી હતી. સુશાંત હંમેશા શૌવિકના ફ્રેન્ડ સુર્યદિપ ઉર્ફ કર્મજીત પાસેથી વીડનું પેકેટ ખરીદતો હતો, આ વિડનું પેકેટ રૂ.2500નું હતું.   

સેમ્યુઅલે ઉમેર્યું કે, કર્મજીત સુશાંત ઉપરાંત રિયાના ઘરે પણ વિડના પેકેટ મોકલતો હતો. સેમ્યુઅલ અને દિપેશ સાવંતે એનસીબી સમક્ષ ઘણા મોટા ખુલાસા કર્યા છે. એનસીબીએ રિયાના ભાઈ શૌવિક અને સેમ્યુઅલને 9 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખ્યો છે. રિયા અને શૌવિકની વોટ્સએપ ચેટ પણ સામે આવ્યા છે, જેમાં ડ્રગ્સનો ઉલ્લેખ છે.

શુક્રવારે એનસીબીએ રિયા અને સેમ્યુઅલ મિરાંડાના ઘરે છાપો માર્યો હતો. આજે રિયા ચક્રવર્તી પણ એનસીબી સમક્ષ હાજર થઈ છે, જ્યાં તેની પૂછપરછ થઈ રહી છે.

sushant singh rajput rhea chakraborty