સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈમ્તિયાઝ ખત્રીનું નામ આગળ આવ્યું

01 September, 2020 09:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈમ્તિયાઝ ખત્રીનું નામ આગળ આવ્યું

ફાઈલ તસવીર

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ ઘણા લોકોની પૂછપરછ કરી છે. એક પછી એક નવા નવા નામ આ કેસમાં જોડાતા જાય છે. હવે પ્રોડ્યુસર અને બિલ્ડર ઈમ્તિયાઝ ખત્રીને સીબીઆઈએ ઉપાડી લીધો છે. હવે ઈમ્તિયાઝનું આ કેસમાં શું અને કેવી રીતે સંબંધ છે તે ટૂંક સમયમાં બહાર પડશે.

સોશ્યલ મીડિયામાં 31 વર્ષના ઈમ્તિયાઝ ખત્રી બૉલીવુડની ફિલ્મોનો પ્રોડ્યુસર અને ફાઈનૅન્સર છે તેમ જ બિલ્ડર પણ છે. સુશાંતની ભૂતપૂર્વ મૅનેજર શ્રુતિ મોદીના વકીલ અશોક સરોગીનું કહેવું છે કે, ઈમ્તિયાઝ બૉલીવુડનો મેઈન ડ્રગ સપ્લાયર છે અને તેના NCP સાથે સારા સંબંધ છે. ખત્રીના પિતાનું કૉન્ગ્રેસ-NCPની સરકાર વખતે મોટા કૌભાંડમાં પણ નામ આવેલું છે.

સોશ્યલ મીડિયામાં તો એવી વાતો છે કે તેના અન્ડરવર્લ્ડ સાથે કનેક્શન છે. સુશાંતને તે ધમકાવતો હતો એવુ કહેવાય છે. એક પાર્ટીમાંથી સુશાંતને તે બહાર લઈ આવીને ગાડીમાં બેલાડીને લઈ જાય છે એનો વીડિયો પણ ફરી રહ્યો છે. વીડિયોમાં જોતા એવુ લાગે કે તે જબરદસ્તી લઈ જઈ રહ્યો છે. સુશાંત કેટલો નર્વસ છે તે જોઈ શકાય છે.   

sushant singh rajput central bureau of investigation