ના ભૂલે હૈં, ના ભૂલને દેંગે, બિહારમાં ઠેર-ઠેર સુશાંતનાં સ્ટિકર્સ લાગ્યા

08 September, 2020 09:01 AM IST  |  Patna | Agency

ના ભૂલે હૈં, ના ભૂલને દેંગે, બિહારમાં ઠેર-ઠેર સુશાંતનાં સ્ટિકર્સ લાગ્યા

બિહારમાં ઠેર-ઠેર સુશાંતનાં સ્ટિકર્સ લાગ્યા

બિહારમાં ઠેકઠેકાણે સુશાંત સિંહ રાજપૂતનો ફોટો ધરાવતાં સ્ટિકર્સ અને માસ્કસ જોવાં મળે છે. બીજેપીએ મૃતક અભિનેતાને ન્યાય અપાવવા માટે આ અભિયાન આદર્યું છે.

બીજેપીની સાંસ્કૃતિક પાંખ – કલા સંસ્કૃતિ મંચ દ્વારા સુશાંતનો ફોટો ધરાવતાં સ્ટિકર્સ અને માસ્ક્સ વિતરિત કરાય છે, જેના પર મેસેજ લખેલો છે “ના ભૂલે હૈં, ના ભૂલને દેંગે.”

બીજેપી કલા સંસ્કૃતિ મંચના રાજ્ય કો-ઑર્ડિનેટર વરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમે ૩૦,૦૦૦ સ્ટિકર્સ અને પોસ્ટર્સ તથા ૩૦,૦૦૦ ફેસ માસ્ક્સ પ્રિન્ટ કર્યાં છે.

અમે મુંબઈમાં મૃત્યુ પામેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળે એ માટેની ચળવળના સંકેતરૂપે આ સ્ટિકર્સ અને માસ્ક્સનો ઉપયોગ કરી રહ્યા છીએ.

અમે ૧૬ જૂને આ ચળવળ શરૂ કરી હતી. બીજેપી કલા સંસ્કૃતિ મંચના ભાગરૂપે હું સુશાંતનું સમર્થન કરું છું. તે એક કલાકાર હતો અને હું પણ કલાકાર છું, એમ વરુણ સિંહે જણાવ્યું હતું.

sushant singh rajput bihar national news rhea chakraborty patna