બિહારઃસુરત આવતી ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા

31 March, 2019 11:13 AM IST  |  બિહાર

બિહારઃસુરત આવતી ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા

તાપ્તી-ગંગા એક્સપ્રેસ ખડી પડી

બિહારના છપરામાં વહેલી સવારે ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. આ ટ્રેન તાપ્તી-ગંગા એક્સપ્રેસ હોવાનું સામે આવ્યું છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ સુરતથી બિહાર અને બિહારથી સુરતના રૂટ પર ચાલે છે. જો કે સદનસીબે હાલ માત્ર 4 જ મુસાફરોને ઈજા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

રેલવે તંત્ર દ્વારા રેસ્કયુ અભિયાન શરૂ કરી દેવાયું છે. મળતી માહિતી પ્રમાણે ટ્રેન સવારે 9 વાગે છપરા સ્ટેશનથી રવાના થઈ હતી. જો કે 45 મિનિટ બાદ જ ગૌતમ સ્થાન સ્ટેશન નજીક ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. જો કે ટ્રેન સ્ટેશનની નજીક હોવાને કારણે સ્પીડ સાવ જ ઓછી હતી. પરિણામે સદનસીબે મોટી દુર્ઘટના નથી થઈ.

આ પણ વાંચોઃ મારુતિ-૮૦૦ના એન્જિનમાંથી બનાવ્યું હેમર હેડ-૮૦૦ બાઇક

4 ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સાથે જ છપરા-બલિયા રૂટ પરની ટ્રેનો ડાઈવર્ટ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 190.46 નંબરની તાપ્તી-ગંગા એક્સપ્રેસ રોજ સવારે 9 વાગે છપરાથી ઉપડીને સુરત આવે છે. ટ્રેન લગભગ 34 કલાકમાં સુરત પહોંચે છે.

indian railways