F1 કાર-રેસને ટૅક્સમાં છૂટછાટ આપવા સામે ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ ર્કોટની નોટિસ

19 October, 2011 06:42 PM IST  | 

F1 કાર-રેસને ટૅક્સમાં છૂટછાટ આપવા સામે ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ ર્કોટની નોટિસ



સુપ્રીમ ર્કોટે ગઈ કાલે ઉત્તર પ્રદેશની સરકારને નોટિસ ફટકારીને F1કાર-રેસને એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ (મનોરંજન કર)માંથી શા માટે માફી આપવામાં આવી એ વિશે શુક્રવાર સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો હતો.

સુપ્રીમ ર્કોટના વકીલ જસ્ટિસ ડી. કે. જૈને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં આ સ્પર્ધા યોજનારા જે. પી. ગ્રુપને પણ નોટિસ ફટકારી હતી. આ મામલે કરવામાં આવેલી જાહેર હિતની અરજીને ધ્યાનમાં લઈને સર્વોચ્ચ અદાલતે નોટિસ ફટકારી હતી.

ભારતની પ્રથમ F1કાર-રેસ દેશની રાજધાની દિલ્હીની બાજુમાં આવેલા ગ્રેટર નોઇડામાં ૩૦ ઑક્ટોબરે યોજાવાની છે.