25 July, 2025 07:33 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટમાં ૧૨ વર્ષની દીકરીની કસ્ટડીનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. ૧૨ વર્ષની દીકરીએ પપ્પાને ચોખ્ખું કહી દીધું કે મને તમારી સાથે રાખવી હોય તો એક કરોડ રૂપિયા આપી દો. આટલી નાની બાળકીની આવી માગણી સાંભળીને ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ પણ ચોંકી ગયા હતા. ચીફ જસ્ટિસે ગુસ્સામાં છોકરીની મમ્મીને ખખડાવતાં કહ્યું હતું કે ‘તમે બાળકીના મગજને ખરાબ ન કરો. તમે તમારી દીકરીને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છો, તેના મગજમાં ખોટી વાતો ભરી રહ્યા છો. બાળકી તેની જાતે વિચારે અને સમજે એ જરૂરી છે. આ રીતે પિતા પર પૈસા માટે દબાણ કરવું તદ્દન ખોટું છે. તમારા વૈવાહિક વિવાદમાં દીકરીને ન ઘસેડો અને મધ્યસ્થીથી ઉકેલ લાવો.’
અલબત્ત, ૧૨ વર્ષની દીકરીની કસ્ટડીના આ કેસમાં જિલ્લા અદાલતે કસ્ટડી પિતાને સોંપી દીધી હતી, પણ માતાએ એ આદેશને પડકારીને પિતાને કસ્ટડી સોંપી નથી.