✕

માખીને મારવા માટે હથોડો ચલાવવાની કોઈ જરૂર નથી, બધા પાસે કાર નથી હોતી

10 October, 2026 09:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીનાં ૫૭ મેટ્રો સ્ટેશનો બંધ કરવાના અને દિલ્હી આવતી બહારગામની ટ્રેનો અટકાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ફટકાર, કહ્યું...

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આજે દિલ્હીમાં યોજાનારા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ-પ્રદર્શનને નિષ્ફળ બનાવવાના ભાગરૂપે સરકારે લીધેલાં આકરાં પગલાંને કારણે સુપ્રીમ કોર્ટે સરકારને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે ‘માખીને મારવા માટે હથોડો ચલાવવાની કોઈ જરૂર નથી. તમારે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. તેમને રોકવા માટે જરૂરી હોય એટલી જ કાર્યવાહી કરો. તમે મેટ્રો બંધ કરવાના છો અને લાંબા અંતરની ટ્રેનો પણ આવવા દેવાના નથી. શહેરમાં દરેકની પાસે કાર નથી હોતી.’

CJPના વિરોધ-પ્રદર્શન અને બેકાબૂ ભીડની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગઈ કાલ રાતથી આજે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ૫૭ મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ કરવા માટે દિલ્હી મેટ્રો પોલીસે દિલ્હી મેટ્રો રેલવે કૉર્પોરેશન (DMRC)ને પત્ર લખ્યો હતો. દિલ્હી પોલીસે આ ૫૭ મેટ્રો સ્ટેશનો પર ટ્રેનોની સંખ્યા ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની મુખ્ય બાબતો

જાહેર સુવિધા : સામાન્ય નાગરિકોએ બિનજરૂરી અસુવિધાનો સામનો ન કરવો જોઈએ અમે બસ એટલું જ ઇચ્છીએ છીએ.

સુરક્ષા વિરુદ્ધ અધિકારો : રેલવે અને મેટ્રો સ્ટેશનો પર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા છે અને સરકાર પાસે સુરક્ષાનાં અન્ય પગલાં છે. તમે એનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છો, પરંતુ સામાન્ય નાગરિકોને સ્ટેશનોની મુલાકાત લેવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો પણ અધિકાર છે.

વિરોધસ્થળ : જંતર મંતર ખૂબ નાનું છે, વિરોધ માટે મોટા સ્થળનો વિચાર કરવો જોઈએ.

new delhi delhi metro rail corporation cockroach janata party supreme court national news news