તાકતવર અને અમીર લોકોના રિમોટથી દેશની સુપ્રીમ ર્કોટ નહીં ચાલે : સુપ્રીમ

26 April, 2019 10:04 AM IST  | 

તાકતવર અને અમીર લોકોના રિમોટથી દેશની સુપ્રીમ ર્કોટ નહીં ચાલે : સુપ્રીમ

સુપ્રીમ ર્કોટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતીય શોષણના આક્ષેપો પાછળ મોટા પાયે ષડ્યંત્ર થયું હોવાનું બહાર આવ્યા બાદ સુપ્રીમ ર્કોટે નિવૃત્ત જજ એ. કે. પટનાયકને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. આ સાથે જ કેસની તપાસમાં સીબીઆઇ અને ઇન્ટેલિજન્સ બ્યૂરો મદદ કરશે. જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બૅન્ચે ગયા સપ્તાહે વકીલ ઉત્સવ બેન્સના સોગંદનામાને ધ્યાન પર લીધું હતું જેમાં ચીફ જસ્ટિસ ગોગોઈને બદનામ કરવાનું ષડ્યંત્ર હોવાના કેટલાક પુરાવા બંધ કવરમાં સુપ્રીમ ર્કોટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલે બુધવારે સુપ્રીમ ર્કોટના જજે સીબીઆઇ, આઇબી અને દિલ્હી પોલીસ વડાને ચેમ્બરમાં બોલાવી એક કલાક બંધ બારણે ચર્ચા કરી હતી.

 

બેન્સે પોતાના સોગંદનામામાં એમ પણ જણાવ્યું છે કે કેટલાંક શક્તિશાળી તkવો ચીફ જસ્ટિસ પર આક્ષેપો કરીને તેમને બળપૂવર્‍ક રાજીનામું અપાવવા પ્રયાસ કરે છે. સુપ્રીમ ર્કોટની કામગીરીમાં છીંડાં છે અને વહીવટી સ્તરે તેમ જ કેટલાક વકીલો વચ્ચે સાઠગાંઠ પણ છે.ત્યારબાદ ગુરુવારે આ કેસમાં સુપ્રીમ ર્કોટના જસ્ટિસ અરુણ મિશ્રાએ વધુમાં જણાવ્યું કે ‘અમે લોકોને સંદેશ આપવા ઇચ્છીએ છીએ કે દેશના અમીરો અને શક્તિશાળી લોકો ક્યારે પણ ર્કોટનું નિયંત્રણ ન મેળવી શકે. આગ સાથે રમવાનો પ્રયાસ ન કરો. હાથ દાઝી જશે.’

 

આ પણ વાંચો: ઇલેક્શનની સાઇડ ઇફેક્ટ ડાયમન્ડ માર્કેટ ઠપ

 

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે યૌન ઉત્પીડનના આરોપ અને ષડ્યંત્રના દાવા સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતાં સુપ્રીમ ર્કોટની ખંડપીઠે કડક વલણ અપનાવ્યું છે. ર્કોટે સ્પષ્ટ કર્યું છે કે દેશની વડી અદાલત તાકાતવર અને અમુક પૈસાદાર લોકોની મરજી પ્રમાણે કામ ન કરી શકે. ર્કોટે ચિંતા વ્યક્ત કરી છે કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી સુપ્રીમ ર્કોટને સતત નિશાન બનાવવામાં આવી રહી છે. આખરે આ દેશમાં શું થઈ રહ્યું છે?

supreme court