અદાણીના મામલે મીડિયાને રિપોર્ટિંગ કરતાં રોકવાની માગણી કરતી અરજી સુપ્રીમે ફગાવી

25 February, 2023 09:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડની વડપણ હેઠળની બેન્ચે ઍડ્વોકેટ એમ. એલ. શર્માની અરજીને ફગાવી દીધી હતી

ગૌતમ અદાણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગના કેસમાં અદાલત એનો ચુકાદો આપે ત્યાં સુધી મીડિયાને એના વિશે રિપોર્ટિંગ કરતાં રોકવાની માગણી કરતી અરજીને ગઈ કાલે ફગાવી દીધી હતી. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા મૂકવામાં આવેલા ફ્રૉડના આરોપોને પગલે અદાણી ગ્રુપના શૅર્સમાં તાજેતરમાં બોલાયેલા કડાકા પર કેટલીક જાહેર જનહિતની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ૨૦મી ફેબ્રુઆરીએ એનો આદેશ અનામત રાખ્યો હતો. 

ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડની વડપણ હેઠળની બેન્ચે ઍડ્વોકેટ એમ. એલ. શર્માની અરજીને ફગાવી દીધી હતી. આ બેન્ચમાં જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જે. બી. પારડીવાલા પણ હતા. અદાલતે જણાવ્યું હતું કે અમે મીડિયાને કોઈ મનાઈહુકમ આપવાના નથી.’

national news gautam adani new delhi supreme court