સોશ્યલ મીડિયા અકાઉન્ટને આધાર કાર્ડ સાથે જોડવાની અરજીને સુપ્રીમે ફગાવી

15 October, 2019 03:06 PM IST  |  મુંબઈ ડેસ્ક

સોશ્યલ મીડિયા અકાઉન્ટને આધાર કાર્ડ સાથે જોડવાની અરજીને સુપ્રીમે ફગાવી

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : (જી.એન.એસ.) સોશ્યલ મીડિયા અકાઉન્ટને આધાર કાર્ડ સાથે જોડવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં બીજેપીના નેતા અને વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાય તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું હતું કે આધાર કાર્ડને સોશ્યલ મીડિયા અકાઉન્ટ સાથે જોડવાથી ડુપ્લિકેટ અને ફૅક અકાઉન્ટ પર લગામ આવી શકશે.

સાથે જ અરજકર્તાએ ફૅક ન્યુઝ અને પેઇડ ન્યુઝ પર રોક લગાડવા માટે કેન્દ્ર સરકાર, ચૂંટણીપંચ અને પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને નિર્દેશ આપવાની માગણી કરી છે, પરંતુ સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી કરતાં જણાવ્યું કે આ કેસ મદ્રાસ હાઈ કોર્ટમાં ચાલી રહ્યો છે આથી એને અમારી સામે ન લાવો. તમારી જે રજૂઆત હોય એ મદ્રાસ હાઈ કોર્ટમાં કરો.

મહત્ત્વનું છે કે આ પહેલાં ફેસબુક, ટ્‌વિટર સહિત સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને આધાર સાથે જોડવા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને ગાઇડલાઇન જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.

Aadhar social networking site national news supreme court