અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ રિવ્યુ અરજીઓ ફગાવી

12 December, 2019 05:03 PM IST  |  New Delhi

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ રિવ્યુ અરજીઓ ફગાવી

સુપ્રીમ કોર્ટ

દેશનો સૌથી ચર્ચીત મુદ્દો અયોધ્યા કેસને લઇને આજે સુપ્રીમ કોર્ટે આજે ગુરૂવારે રિવ્યુની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે તમામ રિવ્યુ અરજીઓ ફગાવી દીધી હતી. બંધ ચેમ્બરમાં પાંચ જજની ખંડપીઠે 18 અરજીઓ પર સુનાવણી કરી અને તમામ અરજીઓને ફગાવી દીધી છે. આ મામલામાં 9 અરજીઓ પક્ષકારોઓ અને 9 અન્ય અરજીઓ અરજદારો તરફથી કરવામાં આવી હતી.



સુનવણી બંધ રૂમમાં થઇ હતી
ચીફ જસ્ટિસ એસ એ બોબડેની સાથે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નજીર અને સંજીવ ખન્નાની ખંડપીઠે સમક્ષ આ અરજીઓની સુનાવણી હાથધરાઈ હતી. સુનાવણી બપોરે 1.40 વાગ્યાથી શરૂ થઈ, જે બંધ રૂમમાં થઈ હતી.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના રોજ અયોધ્યા મામલે ચુકાદો આપ્યો હતો
આ ખંડપીઠમાં જસ્ટિસ સંજીવ ખન્ના નવો ચહેરો હતા. પ્રથમ બેન્ચની આગેવાની કરનાર તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રિટાયર્ડ થઈ ચૂક્યા છે. સંજીવ ખન્નાએ તેમનું સ્થાન લીધુ છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલામાં 9 નવેમ્બરે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે વિવાદિત જમીન રામલલાને એટલે કે રામ મંદિર બનાવવા આપવા માટેનો નિર્ણય કર્યો હતો.

supreme court ayodhya ayodhya verdict