હવે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ માન્યઃ સુપ્રીમ કોર્ટ

04 March, 2020 12:23 PM IST  |  Delhi | Mumbai Desk

હવે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ માન્યઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી પર મુકેલા પ્રતિબંધો હટાવી લીધા છે અને હવે ભારતમાં Bitcoinનો ઉપોયગ કરી શકાશે. હવે દેશની બેંકો ક્રિપ્ટો કરન્સીની લેવડદેવડ કરી શકશે. RBI-રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ 2018માં તેના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો અને સર્ક્યુલર જાહેર કર્યો હતો કે ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયે તમામ વ્યાપારી વગેરેની કામગીરી પર પણ પ્રતિબંધ મુક્યો હતો. આ પછી રિઝર્વ બેંકનાં આ નિર્ણયને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરાઇ હતી જેને પગલે કોર્ટે ક્રિપ્ટો કરન્સીમાં વ્યાપાર વિનિમય કરવાની પરવાનગી આપી દીધી છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઑફ ઇન્ડિયાએ રિઝર્વ બેંકનાં આ સર્ક્યુલરને પડકાર્યો હતો. રિઝર્વ બેંકનાં મતે ક્રિપ્ટો કરન્સની કારણે મની લોન્ડરિંગ અને ટેરરિસ્ટ ફંડનાં કૌભાંડો વધવાનું જોખમ લાગતું હોવાથી તેની પર પ્રતિબંધ મુકાયો હતો.

ક્રિપ્ટોકરન્સી એક ડિજીટલ કરન્સી છે જે બ્લૉક ચેઇન ટેકનિક પર આધારિત છે અને તેમાં કૉડ્ઝનો ઉપયોગ થાય છે. આ ટેકનિક દ્વારા કરન્સીની બધી લેવડ-દેવડ થાય છે. જો કે ક્રિપ્ટો કરન્સીની લેવડ-દેવડને પરવાનગી મળી તો છે પરંતુ આ રિઝર્વ બેંકથી સ્વતંત્ર હશે જે તેનું સૌથી મોટું જોખમ હશે કારણકે કોઇ પણ સમસ્યા થશે તો બેંકને આ અંગે સવાલ નહીં કરી શકાય.