હાથીની પ્રતિમા પર થયેલા ખર્ચના પૈસા આપો પાછાઃ સુપ્રીમની માયાવતીને ફટકાર

08 February, 2019 02:22 PM IST  | 

હાથીની પ્રતિમા પર થયેલા ખર્ચના પૈસા આપો પાછાઃ સુપ્રીમની માયાવતીને ફટકાર

માયાવતીને સુપ્રીમ કોર્ટની ફટકાર

સુપ્રીમ કોર્ટથી બસપાના પ્રમુખ માયાવતીને તગડો ઝટકો મળતો નજર આવી રહ્યો છે. માયાવતીએ ઉત્તર પ્રદેશમાં લગાવેલી હાથીઓની પ્રતિમાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની વાત કહી છે. કોર્ટે કહ્યું છે કે પહેલી નજરે એવું લાગી રહ્યું છે કે માયાવતીએ હાથીની મૂર્તિ પર કરેલા ખર્ચના પૈસા પાછા આપવા પડશે. જો કે આ અંતિમ નિર્ણય નથી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે આ વાત કહી. આ મામલે આગામી સુનાવણી 2 એપ્રિલે થશે.

કોર્ટે આ ટિપ્પણી એ અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, જેમાં કહેવામાં આવ્યું કે લોકોના પૈસાનો ઉપયોગ પોતાની પ્રતિમા કે રાજનૈતિક પાર્ટીના પ્રચાર માટે ન કરી શકાય.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2009માં રવિકાંત સહિત કેટલાક લોકોએ અરજી દાખલ કરી હતી. જેના પણ સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે માયાવતીએ મૂર્તિઓ પર ખર્ચ થયેલા પૈસા સરકારી ખજાનામાં પાછા આપવા પડશે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ માયાવતીને વકીલને કહ્યું કે તેમના અસીલને કહી દે કે મૂર્તિઓ પર થયેલો ખર્ચ સરકારી ખજાનામાં જમા કરાવી દે.

મુખ્યમંત્રી હતા ત્યારે માયાવતીએ લગાવી હતી પ્રતિમાઓ

માયાવતી જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં હાથીની પ્રતિમા લગાવી હતી. બસપા પ્રમુખે અનેક પાર્ક અને સ્મારકો પણ બનાવ્યા હતા. તેમાં હાથીઓની સાથે તેમની, કાશીરામની અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ પણ સામેલ હતી. ત્યારે આ પ્રતિમાઓ લગાવવાનો સમાજવાદી પાર્ટી સહિતના દળોએ વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ સરકારી બંગલો કરવો પડશે ખાલી, 50 હજારનો દંડ પણ ફટકારાયો

4 હજાર કરોડના ખર્ચનું અનુમાન

અરજી કરનારે એવું પણ જણાવ્યું કે સૂચનાના અધિકાર અંતર્ગત મળેલી જાણકારી અનુસાર લગભગ 2600 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. સાથે સાથે ગૌતમબુદ્ધ વિશ્વ વિદ્યાલય સહિત અન્ય જગ્યાઓએ પણ પ્રતિમાઓ લગાવવામાં આવી, જેમાં લગભગ ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું અનુમાન છે. જેમાં તમામ ખર્ચ સામેલ છે. સાથે જ તેમણે કહ્યું કે માયાવતીએ કહ્યું છે કે કારણ કે કેબિનેટે આ બજેટને મંજૂર કર્યું હતું આ રકમ પાછી આપવાની જવાબદારી માત્ર તેમની જ નથી.

mayawati bahujan samaj party samajwadi party