પશ્ચિમ બંગાળમાં રથયાત્રા મામલે ત્વરિત સુનાવણી કરવાનો SCનો ઈન્કાર

24 December, 2018 06:50 PM IST  | 

પશ્ચિમ બંગાળમાં રથયાત્રા મામલે ત્વરિત સુનાવણી કરવાનો SCનો ઈન્કાર

સુપ્રીમ કોર્ટનો ભાજપને ઝટકો

પશ્ચિમ બંગાળમાં રથયાત્રાને લઈને વિપક્ષી પાર્ટી ભાજપને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. દેશની સૌથી મોટી અદાલતે રથયાત્રા પર જલ્દી સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. મહત્વનું છે કે કોલકાતા હાઈકોર્ટની ખંડપીઠે શુક્રવારે રથયાત્રા પર શુક્રવારે રોક લગાવી હતી, જેની સામે ભાજપે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

મહત્વનું છે કે ગુરૂવારે હાઈકોર્ટની સિંગલ બેચએ ભાજપને શરતો સાથે રથયાત્રા કાઢવાની અનુમતિ આપી હતી. શુક્રવારે રાજ્ય સરકારે આ નિર્ણયને પડકાર આપ્યો અને તરત સુનાવણીની માંગ કરી. જે બાદ મુખ્ય ન્યાયાધીશ દેવાશીષ કરગુપ્તા અને ન્યાનમૂર્તિ શમ્પા સરકારની બેચે સિંગલ બેચના આદેશ પર રોક લગાવતા આ મામલો પાછો સિંગલ બેચ પાસે પાછો મોકલ્યો અને તેના પર ફરી સુનાવણી કરવાના નિર્દેશો આપ્યા.

કોર્ટે એવું પણ કહ્યું કે તેના પર વિચાર કરતા સમયે સિંગલ બેચ રાજ્ય સકાર તરફથી આપવામાં આવેલી ગુપ્ત જાણકારીને પણ ધ્યાનમાં રાખે. રાજ્ય સરકાર ભાજપની આ રથયાત્રાના કારણે સાંપ્રદાયિક તણાવ ઉભો થશે તેવી આશંકાને જોતા તેનો વિરોધ કરી રહી છે.

ભાજપની રથયાત્રા 7 ડિસેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ રાજ્ય સરકારના વિરોધ બાદ હાઈકોર્ટે તેની અનુમતિ નહોતી આપી.

bharatiya janata party