બંગાળમાં ભાજપની રેલી અને સભાઓને મંજૂરી આપે મમતા સરકારઃ સુપ્રીમ કોર્ટ

15 January, 2019 06:41 PM IST  | 

બંગાળમાં ભાજપની રેલી અને સભાઓને મંજૂરી આપે મમતા સરકારઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ તરફથી ભાજપને રાહત


સુપ્રીમ કોર્ટ તરફથી મમતા સરકાર ઝટકો લાગ્યો છે. સુપ્રીમે ભાજપની રેલી અને સભાઓને મંજૂરી આપવાનું કહ્યું છે. ભાજપની રથયાત્રાને લઈને સુપ્રીમ કોર્ટ માન્યું કે કાયદો અને વ્યવસ્થાને લઈને રાજ્ય સરકારની ચિંતા વ્યાજબી છે. સર્વોચ્ચ અદાલતે ભાજપને એવો કાર્યક્રમ તૈયાર કરીને સરકારને આપવાનું કહ્યું છે, જેનાથી સરકારની ચિંતા દૂર થઈ શકે.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષાવાળી ખંડપીઠે ભાજપના પશ્ચિમ બંગાળ એકમને અધિકારીઓ સાથે પોતાની પ્રસ્તાવિત રથયાત્રાનો સંશોધિત કાર્યક્રમ રજૂ કરવાનું કહ્યું છે. જસ્ટિસ એલ એન રાવ અને એસ કે કૌશલની બેંચએ પશ્ચિમ બંગાળ સરકારને કહ્યું કે તેઓ બંધારણ અંતર્ગત ભાષણ અને અભિવ્યક્તિના મૌલિક અધિકારીને ધ્યાનમાં રાખીને રથયાત્રા માટે ભાજપના સંશોધિત કાર્યક્રમ પર વિચાર કરે.

ખંડપીઠે એમ પણ કહ્યું કે કાયદો વ્યવસ્થાને લઈને રાજ્ય સરકારની આશંકાને નિરાધાર ન કહી શકાય અને ભાજપે યોગ્ય રીતે આશંકાનું સમાધાન કરવા માટે પગલા લેવા પડશે.

આ પણ વાંચોઃ કર્ણાટક: બે MLASએ પાછું ખેંચ્યું સમર્થન, કુમારસ્વામીની ચિંતા વધી

શું છે મામલો?

ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં 42 જગ્યાઓ પર રથયાત્રા કાઢવાની યોજના છે. જેને ભાજપ લોકતંત્ર બચાવો રેલીનું નામ આપી રહ્યું છે. પરંતુ રાજ્યની મમતા સરકારે ભાજપની રેલીને અનુમતિ નહોતી આપી. જેના પર પાર્ટી પહેલા હાઈકોર્ટ ગઈ અને ત્યાંથી રથયાત્રાની અનુમતિ લઈને આવ્યું. જો કે તેના પર ડબલ બેંચે ફરી રોક લગાવી દીધી. જે બાદ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.


mamata banerjee supreme court amit shah