ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરવાના CBSEના નોટિફિકેશને SCની સ્વીકૃતિ

27 June, 2020 03:49 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરવાના CBSEના નોટિફિકેશને SCની સ્વીકૃતિ

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્રીય માધ્યમિક પરીક્ષા બૉર્ડ દ્વારા જાહેર દસમા અને બારમામી પરીક્ષાઓની રદ કરવામાં આવેલી પરીક્ષાઓના મૂલ્યાંકન યોજના વિશે જાહેર સૂચનાના ડ્રાફ્ટને સ્વીકૃતિ આપવામાં આવી ગઈ છે.

CBSEએ મૂલ્યાંકન યોજના જણાવતાં કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. CISCEએ પીઠને એ પણ જણાવ્યું કે ICSE પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી છે અને તે ટૂંક સમયમાં જ તેની પણ મૂલ્યાંકન યોજના જાહેર કરશે.

જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સંજીવ ખન્નાની પીઠે CBSE અને ICSEના અરજીપત્રોને ધ્યાનમાં રાખતાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સૉલિસિટર જનરલ (એસજી)એ કહ્યું હતું કે સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)એ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને 1થી 15 જુલાઇ સુધી થનારી દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.

પીઠને એસજીએ જણાવ્યું હતું કે સીબીએસઇ પરીક્ષાઓનું આયોજન ત્યારે કરશે, જ્યારે સ્થિતિ અનુકૂળ થશે. એસજીએ કહ્યું કે એક યોજના બનાવવામાં આવી છે જ્યાં 12મા ધોરણના વિદ્યાર્થીની છેલ્લી ત્રણ પરીક્ષાઓને આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. પછી આયોજિત થનારી પરીક્ષા માટે વિદ્યાર્થી પાસે વિકલ્પની પસંદગી કરવાની સુવિધા હશે.

national news