28 ઑગસ્ટના તોડી પાડવામાં આવશે સુપરટેકના ટ્વિન ટાવર, સુપ્રીમ કૉર્ટે આપી છૂટ

12 August, 2022 06:49 PM IST  |  Noida | Gujarati Mid-day Online Correspondent

નોએડાના સેક્ટર-93એ સુપરટેક એમરાલ્ડ કૉર્ટ ટ્વિન ટાવરને પાડવાને લઈને સુપ્રીમ કૉર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. 28 ઑગસ્ટના આ ટ્વિન ટાવર પાડી દેવામાં આવશે. આ પહેલા સીબીઆરઆઇ પણ પરવાનગી આપી ચૂકી છે.

ફાઈલ તસવીર

સુપ્રીમ કૉર્ટે નોએડા ઑથોરિટીની રિક્વેસ્ટ પર ટ્વિન ટાવર પાડવા માટે 4 સપ્ટેમ્બર સુધીનો વધારાનો સમય પણ આપ્યો છે. કૉર્ટે કહ્યું કે ટાવર 28 ઑગસ્ટ સુધી પાડવામાં આવે પણ અનિવાર્ય સ્થિતિમાં આ માટે 29 ઑગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીનો સમય લઈ શકાય છે. જણાવવાનું કે સુપ્રીમ કૉર્ટે આ મહિનાની શરૂઆતમાં એક બિન સરકારી સંગઠન (એનજીઓ)ની તે અરજીને ફગાવી દીધી, જેમાં નોએડામાં કહેવાતી રીતે નિયમો તોડીને બનાવવામાં આવેલ સુપરટેક લિમિટેડના 40 માળના બે ટાવર પાડવાની જગ્યાએ વૈકલ્પિક સમાધાનના નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો હતો. ન્યાયમૂર્તિ ડી વાઈ ચંદ્રચચૂડ અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધૂલિયાની પીઠે એનજીઓ `સેન્ટર ફૉર લૉ એન્ડ ગુડ ગવર્નેસ` પર પાંચ લાખ રૂપિયાનો દંડ પણ લાગૂ પાડવામાં આવ્યો હતો અને નિર્દેશ આપવામાં આવ્યા કે રકમ રજિસ્ટ્રીમાં જમા કરવામાં આવે, જેથી કોવિડથી પ્રભાવિત વકીલોના પરિવારજનોના લાભ માટે આનો ઉપયોગ કરી શકાય.

સીબીઆરઆઇએ પણ આપી સ્વીકૃતિ
આ પહેલા કેન્દ્રીય ભવન અનુસંધાન સંસ્થાન (સીબીઆરઆઇ)એ એડફિસ ઇન્જીનિયરિંગને નોએડાના સેક્ટર-93-એ સ્થિત સુપરટેકના બન્ને ટાવર (એપેક્સ-સિયાન)ને ધ્વસ્ત કરવાની પરવાનગી આપી દીધી છે. બુધવારે નોએડા પ્રાધિકરણમાં એડફિસ ઇન્જીનિયરિંગ, સુપરટેક પ્રબંધન અને સીબીઆરઆઇના પ્રતિનિધિઓની બેઠક થઈ હતી. સીબીઆરઆઇએ એડફિસ ઇન્જિનિયરિંગને વિસ્ફોટક વાપરવાની પરવાનગી આપી દીધી હતી પણ સુપરટેક પ્રશાસન પર સંરચનાત્મક ઑડિટને લઈને પેચ ફસાવી દેવામાં આવ્યા.

સુપરટેકે રજૂ નથી કર્યો સંરચનાત્મક ઑડિટ રિપૉર્ટ
સુપરટેક પ્રશાસને હજી સુધી ધ્વસ્ત થનારા ટાવરની આસપાસના અન્ય ટાવરોના સંરચનાત્મક ઑડિટનો રિપૉર્ટ રજૂ નથી કર્યો. સુપરટેક પ્રબંધને 15 ઑગસ્ટ સુધી રિપૉર્ટ આપવાનો દાવો કર્યો છે. નોંધનીય છે કે સુપ્રીમ કૉર્ટમાં 29 જુલાઈના થયેલી સુનાવણીમાં સીબીઆરઆઇએ સુપરટેક પ્રબંધન પાસે સંરચનાત્મક ઑડિટનો રિપૉર્ટ માગ્યો હતો અને એડફિસ ઇન્જિનિયરિંગ પાસેથી કેટલીક માહિતી માગી હતી.

national news noida