આ વાત ખેડૂતો તથા સરકાર વચ્ચેની છે, અન્ય કોઈ વચ્ચે ના પડે: સની દેઓલ

06 December, 2020 08:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વાત ખેડૂતો તથા સરકાર વચ્ચેની છે, અન્ય કોઈ વચ્ચે ના પડે: સની દેઓલ

ફાઈલ ફોટો

અભિનેતા અને ગુરદાસપુરથી ભાજપ સાંસદ સની દેઓલે કહ્યું હતું કે સરકાર હંમેશાં ખેડૂતો અંગે વિચારે છે અને પાર્ટી ખેડૂતોની સાથે જ છે. કેન્દ્રે હંમેશાં જ ખેડૂતોના ભલા અંગે વિચાર્યું છે.

સની દેઓલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, તેમાં કહ્યું હતું, 'હું આખી દુનિયાને પ્રાર્થના કરું છું કે આ ખેડૂતો તથા અમારી સરકાર વચ્ચેનો મુદ્દો છે. આ બંનેની વચ્ચે ના આવો, કારણ કે ખેડૂતો તથા સરકાર પરસ્પર વાતચીત કરીને કોઈ રસ્તો કાઢી લેશે. મને ખ્યાલ છે કે કેટલાંક લોકો આનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે અને સમસ્યાઓ સર્જી રહ્યાં છે. આ લોકો ખેડૂત અંગે વિચારતા નથી. તેમનો પોતાનો એજન્ડા છે.'

અભિનેતાએ પોતાના જૂના સાથી તથા એક્ટિવિસ્ટ દીપ સિંધુના નિવેદન પર પણ ચોખવટ કરી હતી. દીપ સિંધુએ આંદોલન સાથે ખાલિસ્તાનની માગણીને યોગ્ય ગણાવી હતી. તેનો હરિયાણાના એક પોલીસ અધિકારી સાથેની વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો.

સની દેઓલે કહ્યું હતું, 'ચૂંટણી દરમિયાન મારી સાથે રહેલા દીપ સિંધુ લાંબા સમયથી મારી સાથે નથી. તે જે પણ બોલી રહ્યા છે, તે તેમનો દૃષ્ટિકોણ છે. અમારી સરકાર તથા પાર્ટી ખેડૂતોની સાથે છે અને મને વિશ્વાસ છે કે વાતચીતથી આનો યોગ્ય ઉકેલ આવશે.'

sunny deol national news